________________
૨૫૮
તપ અને
સાંભળવાવાળાઓ શ્રીશ્રીપાળ મહારાજની રિદ્ધિ, સમૃદ્ધિ, રાજવૈભવ અને ઠકુરાના વિસ્તારથી અજાણ્યા હેય એમ માની શકાય જ નહિ, તો તેવા રાજવૈભવવાળા પણ સાધુપદની આરાધના માટે જે કોઈ ગીતાર્થ કે ગીતાર્થની નિશ્રાવાળા સાધુઓ આવવાના સંભળાય તે સર્વની સામા ઘણા ઠાઠમાઠની સાથે તેઓ વંદનાદિક માટે જઈ સાધુપદના આરાધનમાં તત્પર રહેતા હતા. આજકાલ કેટલાક શ્રીમંતે કે શ્રાધે માત્ર પદસ્થના પૂજારી હાઈ પદસ્થના અભિગમનાદિકને જ આચરે છે, તેઓ ખરેખર સાધુતાની કિંમત સમજ્યા જ નથી એમ કહેવું જોઈએ. સાધુતાની મિત સમજનાર શ્રદ્ધાળુએ તે પદસ્થ કે અપદસ્ય, ગીતાર્થ કે તેની નિશ્રાવાળો અગીતાર્થ શાસ્ત્રસમુદ્રને પારગામી કે માત્ર અષ્ટ પ્રવચન માતાને ધારણ કરનાર ધનાજી સરખા તપસ્વી કે કૂરગડુ સરખા ભ્રધાને નહિ સહન કરનાર હાઈ સમગ્ર દિવસ ભજન કરનાર કોઇપણ પ્રકારવાળા સાધુ જે માતર ગુણ સહિત સાધુતાને ધારણ કરનારા હોય તો તે દરેકના અભિગમનાદિ કરવાં ઉચિત છે એમ દરેક સાધુપદના
Shree Sudharmaswami Gyanbhandarlimarærágyanbhandar.com