________________
તપ અને
અંતઃ કટાકોટિ સાગરોપમની સ્થિતિવાળા કર્મોના ક્ષય કરવા માટે સમ્યગ્દર્શનાદિ કે સંયુકત એવા તારૂપી મહા સાથનની અવશ્ય જરૂર છે. વળી વાસ્તવિક રીતિએ વિચારીએ તે સમ્યગ્દર્શનને રોકવાવાળાં ઘણું કર્મો હેવાથી તેમજ એકલું મિથ્યાત્વમોહનીય જ નહિ પણ અંતઃ કટાકેટિ સાગરોપમથી અધિક સ્થિતિવાળાં જ્ઞાના વરીયાદિ શેષ કર્મો પણ તે સમ્યગ્દર્શનને રોકવાવાળાં હોવાથી તે બધાં કમેને અંતઃ સાગરોપમ કોટાકોટિની સ્થિતિ કરતાં અધિક બધી સ્થિતિ તેડી નંખાય ત્યારે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. સગ્યઝશન સાથે સમ્યજ્ઞાન
જે જીવ જે ક્ષણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે, તે જીવ તે જ ક્ષણે અજ્ઞાનને વમીને જ્ઞાનને પણ પ્રાપ્ત કરે છે. મનુષ્યમાં પ્રામાણિકતાને પ્રવેશ થાય તે જ વખતે જેમ તેની ઈમાનદારી થઈ ગણાય છે અને તે જ વખતે તેની બુદિ જગતને આશીર્વાદ થએલી ગણાય છે, અર્થાત્ ઈમાનદારી અને સદ્દબુદ્ધિને જુદા કાળે થએલા માની શકાય જ નહિ, તેવી રીતે અહીં પણ સમ્યગ્દર્શન અને
Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com