________________
૨૧૮
તપ અને
નિર્મમત્વભાવ અને અપર્ણભાવ સિવાય બની શકે તેવુંજ નથી, તે પછી જે ધર્મપ્રેમી મનુષ્ય દુનિયામાંથી મેળવી શકાય એવા આત્માથી સર્વદા જુદા રહેવાવાળા એવા અને કેઈ વખત ન હોય તો આવે અને હેય તે પણ ચાલ્યું જાય એવા ધનને પરમ સાધ્ય એવા મોક્ષપદના હેતુ તરીકે નિશ્ચિત થએલા એવા ક્ષેત્રમાં વ્યય નહિ કરે તે તે ઉપર જણાવેલા સ્વરૂપવાળા શરીરના સમર્પણથી થતું ચારિત્ર અને તેનાથી થતી સાધ્ય. સિદ્ધિરૂપ જે મોક્ષપ્રાપ્તિ તે કેવી રીતે કરી શકશે? કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી તો જેઓ સાત ક્ષેત્રમાં પૂર્વે જણાવેલા સ્વરૂપવાળા ધનને ન વાપરે અને મેક્ષના સાધન તરીકે ગણાએલા અને માનેલા ચારિત્રની સ્પૃહા રાખે તેઓને એ સ્પૃહાની સફળતા ન થવાનું જણાવવા સાથે ચાહે જેવી રિદ્ધિસમૃદ્ધિનો માલિક હોય તો પણ તેને વરાક એટલે ગરીબડા આંકડાની ગણતરીમાંજ ગણે છે જુઓ - સવાઘનિત્ય ર લેવું न वपेत् धनम् कथं वराकश्चारित्रं दुश्चरं स समाचरेत् ।
Shree Sudharmaswami Gyanbhandarkarærágyatnbhandar.com