________________
ઉણાપન
૨૨૯
કારણ જે કોઈપણ હોય તો તે માત્ર ભગવાન અરિહતિએ સિદ્ધદશાની પ્રાપ્તિને માર્ગ બતાવ્યો તેજ છે, તેમજ તેમને આરાધવાનું ફળ કે તેમને આરાધવાનો ઉદેશ છે કઈપણ હેય તો તે માત્ર સિદ્ધિદશાની પ્રાપ્તિ કરવી તેજ છે, અર્થાત ત્રિલેકનાથ તીર્થકરોની આરાધનામાં પણ ચિત્તની એકાગ્રતા સિદ્ધ અને સિધ્ધપણાને અંગેજ હોવી જોઈએ. તેમજ અરિહંતોની પોતાની પણ તત્વદષ્ટિએ આરાધ્યતા તેમના નિર્વાણ કલ્યાણકે એટલે સિદ્ધદશાને ઉદેશીને જ છે. માટે આ સિદ્ધ પદના આરાધનની જગો પર સિદ્ધ મહારાજ અને સિદ્ધદશાને અંગે જણાવેલું એકાગ્રપણું એ પહેલાના અરિહંતપદમાં સમજવું અને આગળ કહેવાશે એવા આયાર્યાદિક પદોમાં પણ તે સિધ્ધ અને સિદ્ધદશાના એકાગ્રપણાને દ્વાર તરકે સમજવું. શ્રી આચાર્યપદને આરાધના કરવાની રીતિ
આવી રીતે સિધ્ધપદનું આરાધન કર્યા પછી આચાર્ય પદનું આરાધન શ્રી શ્રીપાળ મહારાજા કેવી રીતે
કરે છે તે જોઈએ:Shree Sudharmaswami Gyanbhandarkmararágyanbhandar.com