________________
૧૭૮
તપ અને
શ્રીપંચાલકની અંદર ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના કલ્યાણકાને ઉદ્દેશીને એટલે તે કલ્યાણકેના દિવસેને નિમિત્ત તરીકે ગણીને તે તે દિવસોએ યાત્રાપંચાલક જણાવતાં પૂજા, પ્રભાવના અને તપસ્યા વિગેરે કરવાનું જરૂરીપણે જણાવે છે, વિલેકનાથ તીર્થકર ભગવાનના કલ્યાણુકેના દિવસે દ્વારા કલ્યાણકાની આરાધના પૂજા અને તપસ્યાદિદ્વારા કરવાની એટલી બધી જરૂરી જણાવે છે કે જે તે કલ્યાણકના દિવસે પૂજા, પ્રભાવના અને તપસ્યા વિગેરે ન કરવામાં આવે અને અન્ય દિવસોમાં તે પૂજા, પ્રભાવના અને તપસ્યા વિગેરે કરવામાં આવે તો તે સમગ્ર અન્ય દિવસની ક્રિયાને સાઅપ્રવૃત્તિ ન કહેતાં સ્વમતિપ્રવૃત્તિ કહેવી. આ બધા વિસ્તારે ત્યાં જણાવેલ અધિકાર ધ્યાનમાં લેનારો મનુષ્ય શ્રીઅરિહંત ભગવાનાદિ આરાધ્ય વસ્તુએને ઉદેશીને એટલે એને નિમિત્ત તરીકે ગણુને કરવામાં આવતી તપસ્યાને અત્યંત જરૂરી ગણ્યા શિવાય રહેશે નહિ, અર્થાત સ્વને પણ તે અરિહંત આદિક આરાધ્ય વસ્તુને ઉદેશીને થતી તપસ્યાને સ્વમતિપ્રવૃત્તિ તરીકે ગણી
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com