________________
ઉજ્ઞાપન
૧૮૯
જોઈએ કે તે પોતાના નિવાસ માટે કરાતા બંગલા અને બગીચાઓ કરવા બંધ કરી તેમાંથી બચેલે પૈસે જૈન નામધારી ગરીબોને કેમ આપતા નથી ? મોટર દોડાવવાના ખર્ચે, સહેલ મારવાની મુસાફરીના ખર્ચે ફેશનની ફિશીયારીના ખર્ચ, તથા કૂદકે ને ભૂસકે વધતો ઘર ખર્ચ બંધ કરીને કે ઘટાડીને તેઓ પિતાના માનીતા નામધારી જૈનને પોષવા કેમ તૈયાર થતા નથી ? ધર્મપરાયણ અને ધર્મને જીવનથી અધિક ગણનારા મહાનુભાવે જે ધર્મને રસ્તે ઉજમણું, પ્રતિષ્ઠા, સામૈયા, સાધર્મિક વાત્સલ્ય વિગેરેમાં જે ખર્ચ કરે છે તે જ ખર્ચ આ વાડી, ગાડી ને લાડીની મોજ માનનારાઓને ખટકે છે. તત્વથી વિચારીએ તે મેજના સાધનોમાં માચી રહેલા એવા લોકોને નામધારી જેનેની ગરીબાઇની પંચાત નથી, પણ તેઓને તો ધમરતે ખર્ચાય, ધર્મપરાયણોની ભક્તિ થાય અથવા ધર્મિકોના ધર્મને પણ મળે એજ માત્ર ખટકે છે, કેમકે એમ ન હોય તો તેવા મોજીલા મનુષ્યએ પ્રથમ વિચારવું જોઈએ કે આ ઉજમણું વિગેરેની ક્રિયાને આડંબર કોઈને પણ શિર ફરજીઆત Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com