________________
ધ્યાપન
કરી શકે છે. મહિના અને મહિનાઓ સુધી આહાર વગર શુભ ધ્યાનમાં મગ્ન રહેવું, મહિના અને મહિનાઓ સુધી વિકૃતિવાળા આહારની છાયાએ પણ ન જવું થાય, છતાં પણ સતત શુભ ધ્યાનની સરિતામાં સ્નાન કરવાનું સૌભાગ્ય તે તપસ્વી સજનેને માટે જ સરજેલું છે. જેઓ ઈદ્રિયની આસક્તિને જિતવાવાળા નથી, તેઓ સરસ આહાર મળવા છતાં પણ તેની ન્યુનતાને અંશે પણ સહન કરી શકતા નથી. પ્રીતિભોજનમાં પ્રત્યક્ષ દેખીએ છીએ કે લાડુના થાળ ઉપર તેજ તડાતડી કરે છે, શાકના સરાવળા ઉપર તેઓ જ સપાટો લગાવે છે, અને ભજીયાને અંગે ભડકો પણ તેઓ જ ભડકાવે છે. આ બધી પ્રીતિભોજન વિગેરેમાં પ્રત્યક્ષ અનુભવાતી સ્થિતિ જેઓ તપસ્યામાં તરબોળ થએલા ન હોય અને અનશનના આદરમાં અત્યંત અનુરક્ત થઈ આગળ વધેલા ન હોય અને ઇન્દ્રિય આસક્તિના અસીમ અગ્નિકુંડમાં આભાને મેલે છેમન ઇંદ્રિયને જિતારૂપી જયપતાકા જેઓએ ન ગ્રહણ કરી હેય, તેઓને હોય છે
એટલું જ નહિ પણ જેઓ અનશનાદિક તપસ્યાકારાએ રમના Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com