________________
دی ۶
તપ અને
સામાન્યપણે તે ત્રણે વસ્તુના આરાધનની તિથિઓમાં તે ત્રણે વસ્તુની આરાધના સંકલિત છે, અને તેથી જ ચારિત્રની આરાધના માટે વિશેષપણે લેવાએલી અષ્ટમી આદિ તિથિમાં સાવદ્ય ત્યાગરુપી ચારિત્રના આચરણ સાથે જેમ આહારત્યાગરૂપ અનશનને સ્થાન આપવામાં આવ્યું છે, તેવી જ રીતે જ્ઞાન અને દર્શનની આરાધના માટે જણાવાતી તિથિઓમાં જ્ઞાનભક્તિ અને જિનેન્દ્રપૂજારૂપી આરાધના શાસ્ત્રકારોએ વર્ણવેલી છે. જો કે તે જ્ઞાન અને દર્શનની તિથિઓએ ચારિત્રની આરાધનારૂપી પૌષધાદિની કર્તવ્યતા નથી હોતી એમ નહિ, પણ મુખ્યતાએ તેમાં જ્ઞાન અને દર્શનની આરાધના ગણાય છે અને તેથી જ ભગવાન્ હરિભદ્રસૂરિજી ઘણુ સવાં એમ કહી સર્વ પર્વ દિવસોમાં પૌષધ કરવાનું ફરમાન કરે છે. ચારિત્ર જ્ઞાન અને દર્શનની તિથિઓના વિભાગ અને તેમાં કરાતી આરાધનાને ભગવાન હરિભદ્રસુરિજી આ પ્રમાણે જણાવે છે - अहमी चउद्दसी पुणिमसि उद्दिठा तिहिचउक्कमि ।
चारित्तसाराहण कह करे पोसहाइयं ॥२६॥ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com