________________
૧૧૬
મારી પ્રજા પૂરતો આનો લાભ ઉઠાવે અને જે ઇરાદાથી આ કાર્ય કર્યું છે તેમાં શેઠ સફલ થાય એમ ઇચ્છું છું.
હું ઇચ્છું છું કે આવાં બિડિંગ શેઠ સાહેબ વધારે બાંધો. ભીડભંજન પછવાડે હાથલાં ઘણું ઉગેલાં છે, ત્યાં સાપે ઘણું રહે છે (હાસ્ય), ત્યાં આવાં બિડિંગ બાંધી ત્યાં પણ જ્ઞાનપ્રવાહ વહેવરાવજે. એટલું જણાવી તખ્તારૂઢ થયા. બાદ ભગવાનજી વકીલે જણાવ્યું કે જાતિ કે ધર્મને ભેદ રાખ્યા વગર મહારાજ સાહેબ વખતો વખત જે સબોધ આપે છે તેમને માટે હું આભાર માનું છું. આ દરખાસ્તને વકીલશ્રી રેવાશંકભાઈએ ટેકો આપ્યો હતો
બાદ આ ગગનચુંબી ભવ્ય મકાન બાંધવામાં કામ કરનાર કારીગરોને નામદાર સાહેબને મુબારક હાથે ઈનામ વહેંચવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે નામદારશ્રીએ પૂછયું કે આ કારીગરો કયાંના છે? જવાબમાં જ્યારે જાણ્યું કે બધા જામનગરના જ છે. ત્યારે બાપુને વિશેષ ખુશાલી થઈ હતી. બાદ મેળાવડે વિસર્જન થયું હતું.
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com