________________
તપ અને
અનુષ્ઠાનથી દૂર રાખવામાંજ પિતાના અધ્યાત્મવાદની કોટિ ગણાય છે, એટલું જ નહિ પણ જે ભવ્યાત્માઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રના આચારોમાં પ્રવૃત્તિ કરે છે. તેઓને તે જ્ઞાનાચારાદિના આચારથી ખસેડવાનું જ તેઓનું સાધ્યબિંદુ હોય એમ જણાય છે. અનતી વખત પ્રાપ્તિને ખુલાસો
કેટલાક જાહેર થએલા અધ્યાત્મવાદીઓ બીજા ભવ્યાત્માઓને સદાચારથી દૂર કરવા માટે એમ ઘણી વખત ખુલ્લા શબ્દોથી જણાવે છે કે આ બધી જ્ઞાનાચારાદિકથી માંડીને ચારિત્રાચાર સુધીની ક્રિયા સંસારના દરેક જીવે અનંતી વખત કરેલી છે, અને તેવી ક્રિયાઓ કરતાં એવા અને મુહપત્તિના તથા ચરવળા અને કટાસણાના મેરૂપવત કરતાં પણ મોટા મોટા ઢગલાઓ થએલા છે, છતાં આત્માને સિદ્ધિની પ્રાપ્તિ થઈ નહિ. જો કે આ હકીકત શાસ્ત્રથી વિરૂદ્ધ નથી કેમકે શાસ્ત્રોમાં દરેક જીવને અનંતી વખત દેશવિરત અને સર્વવિરતિની ક્રિયા પ્રાપ્ત થઈ છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલું છે,
અને તેજ ક્રિયાના પ્રતાપે દરેક જીવ અનંત વખત Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com