________________
તપ અને
દૂર રહી પણ તેઓની અધમતમ દશાનું યથાસ્થિત વર્ણન તો કેવળજ્ઞાની મહારાજ પણ કરી શકે નહિ. કર્મોની અનાદિ સ્થિતિ ને સિદ્ધિની અનાદિતા
જૈનદર્શનને જાણનાર કેઈ પણ વ્યક્તિ એટલું તો જાણે અને માને છે કે દરેક સંસારી આત્માઓ અનાદિકાલથી જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મથી બંધાએલા છે. કર્મના બંધન શિવાયની સ્થિતિ કોઈ પણ આત્માની હોય તો તે માત્ર સિદ્ધઆત્માની જ છે, અને તે સિદ્ધ આત્માની બંધનરહિત સ્થિતિ પણ સર્વ. કાલમાં વર્તતી હોય એવી તે નથી જ, કારણ કે સિદ્ધ ભગવાનની સંખ્યા અનંતની રાશિએ ગણાવાવાળી તથા અનાદિ કાલની છતાં પણ તે સિદ્ધો પ્રથમ જ્ઞાનાવરણ યાદિ આઠે પ્રકારના કર્મથી બંધાએલાજ હતા, અને સમ્યગ્દર્શનાદિ ગુણોને ઉત્પન્ન કરી. તીવ્રતમ તપસ્યારૂપી અગ્નિથી કર્મરૂપી મલને સર્વથા બાળી નાખે, ત્યારે જ તેઓ સિદ્ધદશાને પામેલા છે, એમ નહિ કહેવું કે પ્રાપ્ત કરવાનું માનવું અને અનાદિપણું માનવું તે બે પરસ્પર વિરૂદ્ધ હવાથી ઘટી શકે નહિ, કારણ કે કાલના
Shree Sudharmaswami Gyanbhandarumararágyatnbhandar.com