________________
માતાને કહે છે કે રત્નકૂખને ધરવાવાળી ! સૂથર્મોધિપતિ ઇદ્ર છું અને તમારા પુત્રનો જન્મઉત્સવ ખૂબ ધામધૂમથી મેરૂ પર્વત ઉપર કરવા ઇચ્છું છું. એમ કહીને શ્રીજિનપ્રતિબિંબ સ્થાપીને પ્રભુને પાંચ રૂપે (તે એવી રીતે કે એક પ્રભુને ઉંચકે લે, એક જ ઉછાળે, બે જણાં ચામર વિંઝે, એક છત્ર ધરે) લઈને દેવતા દેવીએ હર્ષથી નાચતા, કુદતા, ગાન કરતા કરતા સુરગિરિ ઉપર આવી પહોંવ્યા. ત્યાં પાંડુક વનમાં શિલા ઉપર જ્યાં શાશ્વતું સિંહાસન છે ત્યાં પ્રભુને ઈદ્રમહારાજે પોતાના ખોળામાં લીધા. ચેસઠે ઇકો ત્યાં આવી પહોંચ્યા હતા. અયુતપતિ ત્યાં કડાકાડી દેવોને પ્રભુને હરાવવા માટે નીર લાવવા હુકમ કરે છે, સાથે સાથે સિદ્ધાર્થ પ્રમુખ તીર્થ ષષિ, ભાતભાતના ધૂપ પણ લાવવા જણાવે છે. આ સાંભળીને દેવતાઓ માગધ, વરદામ, પદ્મદ્રહ, ગંગા, ખીરસમુદ્ર તરફ જઈને ઉત્તમ જળ કળશા ભરી ભરીને લાવે છે, ઉત્તમ કુલના થાળ લાવે છે, તીર્થ ફળ અને ઔષધિ લાવે છે, ઉત્તમ ધૂપઘણા ઉત્તમ ધુપ સાથે લાવે છે. ભકિતથી
બધું પ્રભુ પાસે મૂકે છે અને પ્રભુના ગુણગાન કરે છે. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com