________________
હs
છૂટે છે તે પ્રકાશમાં અનેક પૂર્વ સંસ્કાર કૃત પ્રકૃતિ જન્ય દાયો દેખાય છે જે દષ્ટા ભાવે જોઈ સ્થિર રહેવું.”
સાઘક તરીકેની તેમની અનુભૂતિઓનું વર્ણન છોઈપણ સાધકને ઉપયોગી થઈ પડે તેમ છે : તેઓ વર્ણવે છે : “આત્માને અજ્ઞાનરૂપી અંધકાર અનાદિનો છવાઈ ગયેલો તે જાણે ધીરે ધીરે હટી રહ્યો છે, પ્રથમ તારલાઓ ટમટમી રહ્યા છે એવો આછો પ્રકાશ દેખાય છે, પછી પાછલી રાત જેવું - ન અંધારું, ન અજવાળું - એવો ઝાંખો પ્રકાશ દેખાય છે. પછી પરોઢીયાની હો કુટી રહ્યો છે અને અંધારું હઠી રહ્યું છે. - ધરતી ઉપર હજી સૂર્ય ઉગ્યો નથી તે પહેલાં સૂર્યના કિરણોનો પ્રકાશ જાણે ધરતી ચીરીને બાહર આવવાની તૈયારીમાં છે તેવું દેખાય છે. પછી સૂર્ય આવે છે તે દેખાય છે અને પછી મધ્યાહનો સૂર્ય ચઢ્યો હોય તેવો અનુભવ આવે છે'. બાપા કહે છે કે આ અનુભૂતિ એક સાથે થતી નથી પણ અનેક દિવસોમાં ટુકડે ટુકડે અનુભવાય છે. બાપાને આ અનુભુતિ સંવત ૨૦૩૦ના ફાગણ માસની શરૂઆતથી થવા માંડી જે ફાગણ કૃષ્ણ પક્ષમાં વધતી ગઈ તથા સાથે સાથે ધ્યાનમાં સ્થિરતા પણ વધતી ગઈ. મન પણ પરમ તત્વને સાધવામાં વિશેષ સહાય આપી રહ્યું છે - તેવું અનુભવાયું. | બાપા કહે છે : “આંતરશકિત જાગૃત થયા પછી જે દિવ્ય અનુભતિઓ પ્રગટવાની શરૂઆત થાય છે તેની પ્રથમ સૂચના રૂપે બે-અઢી માસ અગાઉ એક પછી એક, ચાર-પાંચ મિનિટને અંતરે આંખોમાંથી વારાફરતી પ્રકાશ પૂંજના કણિયા ફૂટવા માંડે છે - રાત-દિવસ ચાલુ રહે છે - અઢી માસ આ ક્રિયા ચાલુ રહી. આ ક્રિયા દિવ્યતાપૂર્ણ અનુભૂતિ થવાના એંધાણ રૂપે હોય છે. બીજી રીતે વિચારતાં - જે દિવ્ય અનુભુતિ થવાની છે તેને અંતરાય કરતા કર્મો જ્ઞાન + ધ્યાનની તપાગ્નિમાં બળીને રાખ રૂપે આંખમાંથી બહાર નિકળી રહ્યા છે. “આ જ્ઞાન અને દર્શન ગુણને આવરણ કરનારા કર્મો જ સમજવાં'.
બાપાને સં. ૨૦૩૭ના મહા સુદ ૧૪, મંગળવાર, તા. ૧૩-૨-૮૧ ના રોજ સાક્ષાત. સીમંધરસ્વામીના દર્શન થયા - તેનું વર્ણન બાપાના શબ્દોમાં,
છેલ્લા ત્રણ વર્ષથી લાગલગાટ અશ્રુ ઝરતી આંખે સીમંધરસ્વામીની ભાવભરી સ્તવના કરતો રહ્યો કે ભરતક્ષેત્રમાં આ આત્મા આપના શુદ્ધ સ્વરૂપના અને કેવલી આત્મદ્રવ્યના દર્શનને ઝંખી રહ્યો છે માટે એક મિનિટ પણ દર્શન આપવા કૃપા કરજો અને સાચે જ એ દિવસે બપોરે ૩ થી ૪ના વચ્ચે આ દર્શન થયા.
“બપોરે બરાબર ત્રણ વાગે હું સાધનામાં ડેલામાં બેસી ગયો. અંતરમાં સ્થિરતા જામવાની શરૂઆત થઈ, આત્માની પરમતત્વ સાથે એકતા - સંઘાન થવાની શરૂઆત થઈ - આનંદ છવાવા માંડ્યો, વિચાર વિનાનું મસ્તક શુન્ય થઈ રહ્યું છે ... અંતરમાં નિરવ શાંતિ પ્રસરી રહી છે, તદ્દન નિરૂપાવિક દશા જામી - મન શાંત, બુદ્ધિ શાંત, ચિત્તમાં પ્રસન્નતા છવાઈ, અહંકાર વિલય પામ્યો. આવી અંતરમાં દશા જામી અને સીમંઘરસ્વામી પધાર્યા. સાક્ષાત સ્વરૂપે આવ્યા - તે પ્રકાશની મૂર્તિ હતી, બન્ને નેત્રો ઢળેલા હતા, મુખ પર અપૂર્વ શાંતિ હતી, ઉપશાંતતાના ભાવો નીતરતા હતા, સમાધિસ્થ