________________
મરિદ.
શ્રી મંગળાચરણ રસ્તુતિ કુસુમાંજલિ. - પ્રભુના કેશની શેભાને બ્રહ્મચર્ય રૂપ અગ્નિના ધૂમાડાની
લહરીનું રૂપક एषा यदादिमजिनस्य शिरोरुहश्रीरुद्भूतधूमलहरीव विभोलिभाति । सद्ब्रह्मरुपमनुमयमघेन्धनद्धमंतः स्फुरत्तदिह नूनमनूनमार्चिः ॥४॥ - શ્રી આદિનાથ પ્રભુના મસ્તકના કેશની શોભા અંદરથી પ્રગટ થયેલી ધૂમાડાની લહરીન જેવી શોભે છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે, તેમના અંતરમાં કર્મ રૂપ ઈધણાના હેમથી વધેલો સબ્રહ્મચર્ય રૂપ અનુપમ અગ્નિ પૂર્ણરીતે ફરી રહ્યો છે. ૪
સારાંશ-આ શ્લેકથી કવિ પ્રભુના મસ્તકનકેશને એક અદ્દભુત ઉબેક્ષાથી વણવે છે. પ્રભુના મસ્તકના કેશને ધૂમાડાની લહરી (ગટા) ની સાથે સરખાવ્યા છે. જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડે હે જોઇએ એ નિયમથી કવિ ઉલ્ટેક્ષા કરે છે કે, પ્રભુના હૃદયમાં સદ્ બહાચર્ય રૂ૫ અગ્નિ સળગી રહ્યો છે, કે જે અગ્નિ કર્મરૂપી ઇંધણ એનો હોમ થવાથી વધે છે, તે અગ્નિમાંથી ધૂમાડાની લહરીઓ નીકળે છે, જે આ મસ્તકના કેશ રૂપે દેખાય છે. અગ્નિને ધૂમાડો ઉચે જાય છે, તેથી મસ્તકના ઉદવ ભાગ ઉપર રહેલા કેશની સાથે બરાબર ઘટે છે. અને બ્રહ્મચર્ય રૂપ અગ્નિ નીચે અંતરમાં-દદયમાં રહેલો છે. તે પણ યથાર્થ રીતે ઘટે છે.
કેશની યામતાને સંયમના ભારથી પડેલા કાંધલાનું રૂપક, शंके पुरः स्फुरति कोमलकुंतलश्रीदभादमुष्य वृषभस्य विभोरभीक्ष्णम् । स्कंधाधिरुढदृढसंयमभूरिभारव्यक्तीभवत्किणगणोल्वणकालिकेथम् ॥५॥
શ્રી કષભ દેવ ભગવાનના સ્કંધ ઉપર જે કોમળ એવા કેશની શેભા વારંવાર દેખાય છે, તે પ્રભુએ પિતાના સ્કંધ ઉપર ઉપાડેલા દ્દઢ સંયમના ભારને લઈને પડેલા કાંધેળાની તીવ્ર કળશ તે કેશની શેભાના મિષથી દેખાતી હોય એમ લાગે છે. ૫
સારાંશ-અ. કલેકથી કવિ પ્રભુના સ્કંધ ઉપર રહેલા કેશની વિચિત્ર ઉલ્લંક્ષા કરી વર્ણવે છે. જેમ-જે વહેનાર વૃષભની કાંધ ઉપર કાળું કાપેલું પડી જાય છે, તેવી રીતે પ્રભુએ પોતાના સ્કધ ઉપર સંયમને ભાર ઉપાડેલો છે, તેથી ત્યાં રહેલા કેશ તે કાંધલાના જેવા દેખાય છે. એ હેતુને લઇને કવિએ કાવ્યમાં પ્રભુનું વૃષભ નામ દર્શાવ્યું છે,
પ્રભુના કેશની શેભાને મેઘશ્રેણ સાથે સરખામણી. सैप प्रभुः कनकभंगनिमांगयष्टि, लोकम्पृणो न कथमस्तु यदंसदेशे । मेरोरुपांतविलसद्घनराजिगसर्वकषा स्फुरति पेशलकेशलक्ष्मीः ॥ ६ ॥