________________
*
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પ્રભુના કેશને નીલીદળ અને ભ્રમર શ્રેણીનું રૂપક.
आदिप्रभोरनिशमंसती निवण्णकेशच्छलेन परितो वदनारविन्दम् । किं नीलिकादलमिदं तदुपेयुषी वा सद्धलुब्धमधुपावलिराविभाति ॥ २ ॥
પ્રથમ.
જેની ચારે ખાજી ખભાના પીઠ ઉપર હમેશા કેશ રહેલા છે, એવુ શ્રી આદિ પ્રભુનુ’મુખ કમળ જાણે તે કેશના મિષથી ત્યાં નીલીઢળ બાઝી ગયું હોય ! અથવા તેા તે મુખ કમળના સુગધમાં લુબ્ધ થઈને ભ્રમરાએની શ્રેણી ત્યાં હાય, તેવુ' શાલે છે. ૨
આવી
સારાંશ—આ શ્લાકથી કવિ પ્રભુના ખભા ઉપર પથરાએલા કેશને ઉદ્દેશીને બીજી રીતે ઉત્પ્રેક્ષા કરે છે. જેવી રીતે કમળની આસપાસ જળની લીલ માઝે છે. અને તેની સુગધ લેવાને ભ્રમરાઆ આવે છે, તેવી રીતે પ્રભુના સુખ કમળની આસપાસ રહેલા શ્યામ કેશને નીલીદળ અને ભ્રમરાની શ્રેણીની સાથે સરખાવ્યા છે. અને તે ઉપરથી પ્રભુના કેશની શ્યામતા નીલીદળ અને ભ્રમરની શ્રેણીના જેવી છે, એમ દર્શાવ્યુ છે.
પ્રભુના દેશની શાભાને દીક્ષા લક્ષ્મીની વદનમાળાનું રૂપક निष्कासिताविरतियोषिति बाहुदंभस्तंभो परिस्थकिशलोपम केशकांतिः । श्री नाभिजस्य हृदयावसथे विशंत्या, दीक्षाश्रियः स्फुरति वंदनमालिकेव ॥ ३ ॥
જેમાંથી અવિરતિ રૂપી સ્ત્રીને કાઢી મુકી છે, એવા શ્રી આદિનાથ પ્રભુના હૃદય રૂપી મ‘દ્વિરમાં પ્રવેશ કરતી દીક્ષા રૂપી લક્ષ્મીને માટે જાણે રણમાળા બાંધી હોય, તેવી તેમના ( આદિનાથ પ્રભુના ) બાહુ રૂપી બે સ્ત’ભ ઉપર રહેલ કેશ રૂપી પલ્લુવાની કાંતિ સ્ફુરણાયમાન દેખાય છે. ૩
સારાંશ—આ શ્લાકથી કવિ પ્રભુના કેશને ત્રીજી રીતે ઉત્પ્રેક્ષા કરી વર્ણવે છે. જેમ કેાઇને મંદિરમાં પ્રવેશાત્સવ કરવા હાય ત્યારે મંદિરના દ્વારમાં બે સ્તંભ ( ટાડા ) ઉપર નવ પાવાનુ તારણ બાંધવામાં આવે છે, તેવી રીતે અહિં દીક્ષા રૂપી લક્ષ્મીના પ્રભુના હૃદય મંદિરની અંદર પ્રવેશાત્સવ દર્શાવ્યા છે. પ્રભુની ખે ભુજાઓને એ તભની ઉપમાં આપી છે અને તે ઉપર પથરાએલા કેશને નવ પલ્લુ વના તારણની ઉપમાં આપી છે. પ્રભુ છદ્મસ્થા વસ્થામાં અવિરત હતા, તે જ્યારે દીક્ષિત થયા ત્યારે વિરત થયા છે, તેથી તેમના હૃદય મંદિરમાંથી અવિરતિ નાશ પામી, તેથી કહેવામાં આવ્યુ છે કે, અવિરતિ રૂપી સ્રીને કાઢી ચુકીને દીક્ષા રૂપી લક્ષ્મીના પ્રવેશ કરાવવામાં આવ્યા છે.