Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદતુસર
એટલે કે-“નમો રિહંતા થી લઈને ન ઇ સત્રનાç' પર્યન્તનાં પાંચ પદ અને પાંચ સંપદા સુધીમાં જ નવકાર મહામંત્ર સમાપ્તિને પામેલો છે,” એમ કહેવા લાગી જાય છે, તે ભૂલ છે. શ્રી ભગવતીજી વિગેરેમાં જે પાંચ પદ-છ પદ-દસ પદ અને ઘણું પદ તરીકે નવકારને દર્શાવેલ જવામાં આવે છે, તે નવકાર નથી, પરંતુ નવકારમાં વિરાજતા પાંચ પરમેષ્ઠી, તેઓને કરવામાં આવતો નમસ્કાર અને નવકારમાં રહેલા પદોનું માહાસ્ય પ્રતિપાદન કરવા રૂપે છે. નવકાર મહામંત્ર તે ૬૮ અક્ષર, નવ પદ અને આઠ સંપદાને જ છે. કહ્યું
'वण्णऽसहि नवपय नवकारे अट्ठसंपया तत्थ । सग संपय पयतुल्ला सत्तरऽक्खर अट्ठमी दुपया॥१॥"
અર્થ-નવપદયુક્ત શ્રી નવકાર મહામંત્રને વિષે અડસઠ વર્ણ અને આઠ સંપદા છે. તેમાં પ્રથમનાં સાત પદ પ્રમાણ સાત સંપદા છે અને છેલ્લાં બે પદ પ્રમાણુ સત્તર વર્ણની એક સંપદા છે તે મળીને કુલ આઠ સંપદા છે. તેના
ન પદે કરીને જ અખંડ અને શાશ્વતપણે રાજતા આ અડસઠ વર્ણના નવકાર મહામંત્રમાંનાં પ્રથમનાં જે પાંચ પદો છે, તે નમસ્કારને મેગ્ય એવા પરમેષ્ઠી ભગવંતોને દર્શાવતા થકા પાંત્રીશ વર્ષમાં પૂરા થાય છે, અને તે પાંચ પદો પછીની ચાર પદમય ચૂલિકા છે, તે ત્રીશ વર્ણમાં પૂરી થાય છે. એમ પરમેષ્ટ સંબંધીનાં પાંચ પદ અને તેની ઉપરની ચૂલિકા સંબંધીનાં ચાર પદ મળીને નવકાર મહામંત્રના નવે પદ અડસઠ વર્ણમાં પૂરા થાય છે. કહ્યું છે કે – " पञ्चपयाणं पणतीस-वण्ण, चूलाइ वण्णतित्तीसं । एवं इमो समप्पइ, फुडमक्खरमडसट्ठीए ॥१॥"
અર્થ-નવકાર મહામંત્રમાંનાં પાંચ પદોના પાંત્રીસ વર્ણ અને તે પાંચ પદે ઉપરની ચાર પદવાળો ચૂલિકાના તેત્રીસ વર્ણ મળીને સ્પષ્ટ એવા અડસઠ વર્ણ કરીને આ નવકાર મહામંત્ર સમાપ્ત થાય છે. જેના
નવકાર મહામંત્રમાંનાં પાંચ પરમેષ્ઠીપદને તે પાંચ પદ દ્વારા નમસ્કાર જણાવવામાં આવેલ છે અને તે પાંચ પદે પછીની ચાર દિવાળી ચૂલિકા દ્વારા તે પાંચ પરમેષ્ઠી પદેને કરવામાં આવતા નમસ્કારનું ફળ બતાવવામાં આવેલું છે. દ્વાદશાંગીને સાર નમસ્કાર છે. આથી દ્વાદશાંગીમાં જેમ સૂત્રે અને તે સૂત્રને આરાધવાથી થતું ફળ બતાવવામાં આવેલ છે, તેમ આ નવકાર મહામંત્રમાં પ્રથમનાં પાંચ સૂત્ર અને તેને આરાધવાથી થતું ફળ (તે પછીની ચાર દેવાળી ચૂલિકા દ્વારા) બતાવવામાં આવેલ છે. ફળ બતાવ્યા વિનાની દ્વાદશાંગી જેમ પૂર્ણ ગણાતી નથી, તેમ જ તે ચાર દિવાળી ચૂલિકા રૂપ ફળ બતાવ્યા વિનાને નવકાર મહામંત્ર પૂર્ણ ગણાતો નથી. માટે પાંચ પદેને નવકાર હોવાનું કહેવું તે કેવળ ભ્રમણા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org