Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી નવકાર મહામંત્ર સાથે નારા-સંયમનું પાલન કરનારાઓ માટે સાહાયકતા ધારે છે, તે સાધુ કહેવાય છે.” તે અર્થ પણ નિરૂક્તિથી જ બને છે.
સામાયિક- છેદે પસ્થાપનીય વિગેરે વિશેષણ વાળા સાવ સર્વે પ્રમત્તાદિ સાધુઓ અથવા પુલાકઆદિ જિનકલ્પિક, પ્રતિમાકદિપક, યથાલદકલ્પિક, પરિહારવિશુદ્ધકલ્પિક, સ્થવિરકલ્પિક, સ્થિતકલ્પિક, અસ્થિત કલ્પિક, સ્થિત સ્થિત કલિક અને કપાતી ભેટવાળા પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધિબોધિત ભેટવાળા: અથવા–ભરત, ઐરવતાદિ ક્ષેત્રભેટવાળા અને તેમાં પણ સુષમાકાલીન, દુઃષમાકાલીન ઈત્યાદિ વિશેષણવાળા સાધુઓ તે” દરેક સાધુઓને નમસ્કાર થાઓ. આ ઉપરાંત આ સંપદામાં ગ્રહણ કરેલ તે સરવ પદવડે- “તે દરેક ભેટવાળા સાધુ પરમેષ્ટીમાં નમનીયતામાં લેશ પણ તફાવત-તારતમ્યતા નથી” એમ પણ પ્રતિપાદન કરવામાં આવે છે.
આ “સા' પદ જેમ સાધુ પદમાં છે, તેમ “ન્યાય દરેક માટે સરખે હવાથી અરિહંત-સિદ્ધ વિગેરેમાં પણ જાણવું. અથવા–તે સાવ શબ્દનો અર્થ આ પ્રમાણે લે: સર્વ જેને માટે હિતકારી એવા તે બધા સાધુઓ, અથવા-સાવરચ=એટલે શ્રી અરિહંત દેવના (નહિં કે-બુદ્ધ આદિના) સાધવ સાધુઓ, અથવા જેઓ સર્વ શુભાગોને સાધે છે, અથવા જેઓ સર્વ અરિહંતને (તે પ્રભુની આજ્ઞા પાળતા હોવાથી) આરાધે છે, અથવા -તેઓની પ્રવચનધારા સામે પાખંડીઓ તરફથી રજુ કરાતા દુર્ગાને નિરાસ કરીને જેઓ શ્રી અરિહંત દેને જ દેવ તરીકે સ્થાપે છે તેથી તવ=બધા સાધુઓ, અથવા-સાંભળવા યોગ્ય વાક્યમાં અથવા (આત્માને) અનુકુળ એવાં કાર્યને વિષે “સાધવ =નિપુor=નિપુણ હોવાથી “શ્રદર” અથવા ના સાધુઓ, તેઓને-સ્ટોપ =મનુષ્ય લેકમાં (નહિં કે-ગચ્છાદિમાં) રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસકાર થાઓ આ પાંચમા પદે વિરાજીત સાધુ ભગવંતે. ભવ્યજનેને મોક્ષમાર્ગમાં સહાયક હેવાના યેગે ઉપકારી હોવાથી તેઓ નમન કરવાને
ગ્ય છે. કહ્યું છે કે – असहाये सहायत्तं करेंति मे संयमं करेंतस्स । एएण कारणेणं णमामिऽहं सव्वसाहूगं ॥१॥
અર્થ:-સંયમનું પાલન કરતાં અસહાય એવા મને સહાય કરે છે, એ હેતુથી હું સર્વ સાધુ ભગવંતને નમન કરું છું. તે ૧ . એ પ્રમાણે અહિં વિશિષ્ટ પ્રકારના ભાવ મંગલરૂપ પાંચ પરમેષ્ઠો ભગવંતને નમસ્કારની વ્યાખ્યા શ્રી ભગવતીજી સૂત્રાનુસારે યથામતિ પૂરી થાય છે. અર્થાત અહિ સુધી શ્રી નવકાર મહામંત્રની આઠ સંપદામાંથી પાંચ સંપદા અને તેની વ્યાખ્યા પૂરી થાય છે.
બ્રમણને નિરાસ આ પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં આઠ સંપદાવાળા નવકાર મહામંત્રમાંની પાંચ જ સંપદા લીધેલી છે, તે જોઈને કોઈ મુ-“શ્રી નવકાર મહામંત્ર, પાંચ જ સંપદાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org