________________
પુણ્યપાપ રૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૦૪
અધિકારીને શુભ-અશુભ કર્મથી પર એવી નિષ્કર્મ મુનિદશા-જ્ઞાનદશા પ્રાપ્ત થયે, જ્ઞાનમાં પ્રતિચરિત જ્ઞાન - જ્ઞાન જ્ઞાને પ્રતિવરિતા' એઓનું નિશ્ચયે કરીને શરણ છે, ‘માં ફ્રિ શરણં ।' અર્થાત્ જ્ઞાન જ્ઞાનમાં જ ‘પ્રતિ’ પાછું ‘ચરિત' થયું, આચરણરૂપે - ચારિત્રરૂપે પ્રવર્તી રહ્યું, જ્ઞાન પાછું કરીને જ્ઞાનમાં જ વર્તવા રૂપે વૃત્ત થયું, એ જ આ જ્ઞાનદશાસંપન્ન જ્ઞાની મુનિઓનું - શુદ્ધોપયોગી શ્રમણોનું શરણ છે, આશ્રયસ્થાન રૂપ નિજ ઘર છે (sweet home) અને ત્યાં નિરત થયેલા સ્વયં વિનત્તે પરમકૃતં સત્ર તેઓ સ્વયં પરમ અમૃત અનુભવે છે - ‘સ્વયં વિશ્વજ્યેતે પરમમૃતં તંત્ર નિતાઃ' । ‘નિતાઃ' પરમ જ્ઞાનામૃત અનુભવ- અર્થાત્ તે શાન શરણમાં - પરમ આશ્રય સ્થાન રૂપ જ્ઞાનગૃહમાં નિરત નિતાંત રત - અત્યંત રક્ત થઈને સ્થિતિ કરતા આ મુનિઓ સ્વયં - પોતે જ આત્માનુભવ રૂપ પરમ અમૃતનો એવો રસાસ્વાદ અનુભવે છે કે જે તેઓ માત્ર પોતે જ અનુભવથી જાણે છે, પણ વચનથી કહી શકતા નથી. આમ આવો જે પરમ અમૃત સ્વાદ અનુભવે છે, તેને તે પરમ શરણ શાનગૃહમાંથી સમય માત્ર પણ બ્હાર નીકળવાનું મન પણ કેમ થાય ? એટલે મુનિઓ અશરણ હોવાની વાત તો ક્યાંય દૂર રહો, પણ જ્ઞાન શરણ પ્રપન્ન આ શાનદશા સંપન્ન મુનિઓ પમ સશરણ છે, એમ તાત્પર્ય છે. એમ આ પરમ અમૃત કળશ કાવ્યના સ્રષ્ટા પરમ અમૃત પરમ મુનીશ્વર અમૃતચંદ્રજી સ્વનામના ગર્ભિત સૂચનથી પ્રકાશે છે. આવા પરમ મુનીશ્વર જેવી જ્ઞાનદશાનો સાક્ષાત્ અનુભવ કરનારા શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોદ્ગાર છે કે –
વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ તીર્થંકરાદિક
-
આકૃતિ
પ્રતિક્રમણ કર્યે છૂટકો : ધ્યાન સુખ અનુભવ
શાને
શાન ‘પ્રતિચરિત’
મુનિનું શરણ
-
-
૩૭
ચરણ
=
આમ જ્ઞાન જ્ઞાનમાં ‘પ્રતિચરિત’ થાય છે પાછું ફરવા રૂપ પ્રતિક્રમણ' કરે છે ત્યારે જ આ પરમ અમૃત સુખનો અનુભવ થાય છે. આત્મા જ્યારે પરક્ષેત્રમાં આક્રમણ રૂપ અતિક્રમનું પ્રાયશ્ચિત્ત કરે છે ને પોતાના ક્ષેત્રમાં પાછા જવારૂપ પ્રતિક્રમણ કરે છે, પુનઃ પરક્ષેત્રમાં નહિ જવાનું પ્રત્યાખ્યાન કરે છે, સ્વરૂપમાં સમવસ્થિત રહી શુદ્ધ સામાયિક રૂપ આત્મસ્વભાવને ભજે છે, સ્વ સ્વરૂપના સ્પર્શન રૂપ સાચું આત્મવંદન કરે છે, ‘નમો મુજ ! નમો મુજ !' એમ આત્મ સ્તુતિની પરમ ધન્ય યોગ્યતાને પ્રાપ્ત થાય છે અને કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા' નિગ્રંથના પંથને પામે છે શુદ્ધોપયોગ દશાસંપન્ન સાચા શ્રમણભાવને પામે છે, અર્થાત્ દેહ છતાં દેહાતીત દશાને પામી નિરંતર કાયોત્સર્ગ ભાવને સાધે છે, ત્યારે આ આત્મા સ્વાધીન - આત્માધીન એવા પરમ સુખને અનુભવે છે અને આવી આ કાયોત્સર્ગ દશાને પામેલો આ સમ્યગ્દષ્ટિમાં સ્થિત યોગી મુનીશ્વર પરવશપણાથી દુ:ખ સ્વરૂપ એવા સર્વ વિષયનો ત્યાગ કરે છે અને સ્વવશપણાથી સુખ સ્વરૂપ એવા શુક્લ-શુદ્ધ આત્મધ્યાનનો આશ્રય કરે છે, તેથી તે પરમાનંદ લહરીઓમાં નિરંતર નિમજ્જન કરે છે. શુદ્ધ આત્માના
-
તેનું આત્મત્વ સાંભરે છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૬૩
પરમ અમૃત અનુભવ
=