________________
પરયપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૦૩
મધ્યસ્થ છું. (૩) અને સ્વતંત્ર એવા શરીર-વાક-મનનું કારણ અચેતન દ્રવ્યપણું હારું છે નહિ, તેઓ ખરેખર ! હું કર્તા સિવાય પણ કરાઈ રહ્યા છે, તેથી હું તેના કર્મપણાનો પક્ષપાત ફગાવી દઈ આ અત્યન્ત મધ્યસ્થ છું. (૪) અને સ્વતન્ત્ર એવા શરીર-વાક-મનના કારક અચેતન દ્રવ્યનું મહારૂં પ્રયોજકપણું છે નહિ, તેઓ ખરેખર ! હું કારક-પ્રયોજક સિવાય પણ કરાઈ રહ્યા છે, તેથી હું તેના કારક-પ્રયોજકનો પક્ષપાત ફગાવી દઈ આ અત્યન્ત મધ્યસ્થ છું. (૫) અને સ્વતન્ત્ર એવા શરીર-વાક-મનના કારક એવા અચેતન દ્રવ્યનું હારું અનુશાતૃપણું છે નહિ, તેઓ ખરેખર ! હું કારક-અનુણાતા સિવાય પણ કરાઈ રહ્યા છે, તેથી હું કારક-અનુજ્ઞાતૃપણાનો પક્ષપાત ફગાવી દઈ અત્યંત મધ્યસ્થ છું.” દેહાદિ પરદ્રવ્યમાં આવી મધ્યસ્થ ભાવના જે ભાવે છે તે શુદ્ધોપયોગ સ્થિત જ્ઞાની પદ્રવ્યરૂપ કર્મસંયોગથી લપાતો નથી. કુંદકુંદાચાર્યજીની ને અમૃતચંદ્રાચાર્યજીની આ અપૂર્વ આત્મભાવનાનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ પરમ ભાવિતાત્મા યશોવિજયજી પણ “અધ્યાત્મોપનિષમાં વદે છે કે – “હું પુદ્ગલ ભાવોનો કર્તા નથી, કારયિતા (કરાવનારો) નથી અને અનુમંતા (અનુમતિ આપનારો) પણ નથી એમ આત્મજ્ઞાનવાનું કેમ લેપાય ? અંજનથી ચિત્ર લેપાય છે પણ આકાશ લેપાતું નથી, તેની જેમ પુદ્ગલોથી પુદ્ગલ સ્કંધ લેપાય છે. હું લપાતો નથી એમ ધ્યાવતો (જ્ઞાની) લેખાતો નથી.”
"नाहं पुद्गलभावानां कर्ता कारयिता च न । नानुमंतापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥ लिप्यते पुद्गलस्कंधो न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञनेनेव ध्यायन्निति न लिप्यते ॥"
- શ્રી યશોવિજયજી કૃત “અધ્યાત્મોપનિષદ્', ૨-૩૬-૩૭
S
૩૫