________________
૧૩
કન્યાને વર-ઘર-જર જોઇને, વરાવવી હિતાવહ ગણાય.
અર્થ : જેઓ સંસારના રસિયા જીવો છે, તેમનામાં ધર્મને રંગ લાવતાં મહેનત પડે છે. પરંતુ દેખાદેખીથી, કેઈની પ્રેરણાથી, કુટુંબના સારા સંસ્કારથી, વખતે કઈ જીવ ધર્મ પામ્યો હોય તે પણ કૃત્યપુણ્યની માફક પડી જતાં વાર લાગતી નથી. અહી ઘણી
શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનેની બાળાઓ, સ્થાનકવાસીના ઘેર કે, વૈષ્ણવ સ્વામીનારાયણના ઘેર જવાથી, ધર્મના સંસ્કારે ખેાઈ નાખનારી બની ગઈ અનુભવાય છે. દાખલાથી સમજાવે છે કે, જેમ ગળીને રંગ લગાડવામાં, જરાપણ મહેનત પડતી નથી; કારણકે તે પાપરાગ છે, ગળીના પાણીમાં નાખીને લૂગડું બળવાથી, રુંવાડે રૂંવાડે પ્રવેશી જાય છે, ત્યારે મજીઠને રંગ લગાડવામાં, ઘણી મહેનત પડે છે. તે જ પ્રમાણે સંસારનાં હિંસા-અસત્ય-ચેરી-મૈથુન અને સંગ્રહ મમત્વ અહંતા-મમતા કેઈને ભણાવ્યા સિવાય આવડી જાય છે. જીવ ભભવ ભેગા લેતે જાય છે. પ્રેરણા વિના જ પસંદ પડી જાય છે, ત્યારે સામાયિકાદિ ધર્મના પ્રકારેને ભણવનાર-શીખવનાર હોય તો પણ, જીવ લેતું નથી. ગમતાં નથી.
માટે જ પૂર્વાચાર્યોએ વર પસંદગી માટે પણ સૂચના કરી છે.
कुलं च शीलं च सनाथता च, विद्याच वित्तं च वपुर्वयश्च । वरे गुणाः सप्त विलोकनीया । अतःपरं भाग्यवशा ही कन्या ॥ ॥
અર્થ : કન્યા માટે વરની પસંદગીમાં પહેલા, સાત ગુણ અવશ્ય જેવા કહેલું છે. તેમા પણ સે પ્રથમ કૃલને નિર્દોષ કહેવાય છે. વર કુલખાનદાન હવે જોઈએ. તેનું કુલ દૂષણ વગરનું હોય, કલંકિત ન હોય. બીજું શીલઆચાર સારા હોય. છેકરો જુગારી, વેશ્યાગામી, પરસ્ત્રીલંપટ, માંસાહારી, મદિરાપાની, શિકારી, ચેરીને વ્યસની ન હોવો જોઈએ. આવા દોષથી કન્યાનું જીવન ખરાબ થાય છે. અભ્યદય નાશ પામે છે. ધર્મ ભ્રષ્ટતા સર્જાય છે. વખતે મરણ પામવાના પ્રસંગે પણ બને છે.
ત્રીજો ગુણ વરના વડીલે–પિતા-માતા–મોટાભાઈ વગેરે હોવા જોઈએ. જેથી ભવિષ્યમાં પણ પુત્રીના યોગક્ષેમ સચવાઈ રહે. ફકત છોકરે એકલો જ હોય તેને પુત્રી આપવી જોખમ છે. .
પ્રશ્નઃ યોગક્ષેમ કેને કહેવાય છે?
ઉત્તરઃ અપ્રાપ્તની પ્રાપ્તિનું નામ વેગ કહેવાય છે. અને મળેલા કે આવેલાનું રક્ષણ-સાચવણને ક્ષેમ કહેવાય છે. દીકરી તે બાળા છે, તેણી,ને ગુણી કુટુંબવાળું સાસરું મલે તે, તેણીમાં નવા ગુણે પણ જરૂર આવે છે. મહાસતી સીતાજી પહેલાંથી શીલવતીગુણવતી હતાં જ. વિશેષમાં પતિ-દિયરે અને સાસુ-સસરા પણ ઉત્તમ મળ્યાં. તેમના ગુણોમાં ઘણે વિકાસ થયો, અને શીલાદિ ગુણેનું બહુમાનાપૂર્વક રક્ષણ પણ થયું.
એકલા વરને પામેલી કન્યા. પતિ પરદેશ જાય, બજારમાં જાય, ગ્રામાન્તર જાય, ત્યારે તેણી ઘેર એકલી રહેવાથી તેણીના શીલને-પ્રાણને પણ મોટું જોખમ છે જ. આ બનાવની ઇતિહાસ અને વર્તમાનમાં નજરે દેખાતા અનુભવે સાક્ષી પૂરે છે.
પ્રશ્ન: હમણાં આવું કશું જવાતું જ નથી. ફક્ત પૈસા અને કમાઈ બે જ જોવાય છે તેનું કેમ?
ઉત્તરઃ હમણાં આવું જોયા વિના થયાના, નબળાં અને ભયંકર પરિણામે પણ, સેંકડે કે હજારે છાપાંઓમાં વાંચનારને જાણવા મળ્યાં છે. છતાં જગત આખું આંધળાં અનુકરણ કરવામાં ટેવાયેલું છે, પરંતુ ધોરી માર્ગ સનાર્થતા ઈચ્છવા ગ્ય છે.