________________
જાગી. સ્વપ્ન ઠીક લાગ્યું અને ન લાગ્યું, તેથી હર્ષ–ઉ. ગના મિશ્ર રસને અનુભવે છે. જીવ સંસારમાં હાલતાંચાલતાં આનંદ અને શેકના હિલેળે ચઢે છે. એણે પતિને આ સ્વપ્ન ન કહ્યું. જેમ જેમ એ ગર્ભ વધવા માંડે, તેમ તેમ એના શરીરને દુઃખ થવા લાગ્યું, એના મનને પીડા થવા માંડી.
સારાનાં પગલે સારૂં જ થાય? :
જુઓ! સારાના પગલાંથી બધાને સુખશાતિ થવી જોઈએ ને? ના, એ નિયમ નથી. ચંડકૌશિકના આંગણે ભગવાન મહાવીર પધાર્યા, કહે, છે કાંઈ કમીને ? પણ તેથી ચંડકૌશિકને શું ? પગલાં તે સારાનાં થયા પછીય પરિણામ સારું આવવું તેમાં સામાં જીવના સારાપણાની જરૂર છે. ત્યારે પૂછોને કે
પ્ર-તે પછી સારાને પગલે શું વિશેષતા ? સારાને જ લાભ, તે ખરાબને બિચારાને તે ઉદ્ધાર જ નહિ?
- ઉ–સારાના પગલાંની વિશેષતા એ કે સામાના અલ્પ પણ સારાપણારૂપી બીજ ઉપર મહાન સારાપણને પાક પાકે છે. થોડા પણ સારાપણાની યોગ્યતા જોઈએ. અત્યંત અગ્યને અસર નહિ થાય. ખરાબમાં પણ થોડું સારાપણું હોય તે એને ઉધ્ધાર થઈ શકે છે. દા. ત. એજ ચંડકૌશિક નાગે ભગવાનના “બુઝ બુઝ, ચંડકેશિઆ એવા શબ્દ ઉપર કાન ધરવા પૂરતું સારાપણું