________________
સંસાર ? ત્યાંથી છેલ્લે કંઈક અકામ નિર્જરા કરીને ઈન્દ્રશમ મંત્રીની શુભંકરા પત્નીના પેટે પુત્રી તરીકે જ ! નામ જલિની. અહીં બુદ્ધિસાગર મંત્રીને પુત્ર હતે બ્રહ્મદત્ત. તેની સાથે આ જાલિનીનાં લગ્ન કરવામાં આવ્યાં. એમાં ભવિતવ્યતા કેવી વિલક્ષણ કે સિહ રાજાને જીવ દેવલેકમાંથી આવીને આ જાલિનીની કુક્ષિમાં આવ્યું. આ ગેઠવણ કેણે કરી આપી?
ભવિતવ્યતાની બળવત્તા - ભવિતવ્યતા બળ વાન કહેવી પડે. ન ઇચ્છીએ એવું પણ જગતમાં અણધાર્યું બની આવે છે ને ? એમાં શું આત્માની સ્વતંત્રતા કહેવાય કે પરતંત્રતા ! એ દૂર હઠાવી શકાય કે વેચે જ છૂટકે? તે પછી ફેગટ સંતાપ જે ઢગલાબંધ કરીએ છીએ તે વ્યાજબી છે? આ એક મંત્ર શીખી રાખે,-બળવાન ભાવી (ભવિતવ્યતા) જે સ લાવે એમાં સંતાપ ન કરતાં, વીરતાથી એને નભાવી લેવું. કારણ એક જ કે એ ભવિતવ્યતા આપણું કરતાં એવી બળવાન છે કે આપણે કશે સામને ઉપજવા નહિ દે. પછી શા માટે આનંદપૂર્વક સહી લેવાની, અનુકૂલ તરીકે માની નભાવી લેવાની શકિત ન કેળવવી? ત્યારે એ વસ્તુ સમજવા જેવી છે કે માણસનાં કેટલાંય દુઃખ પૈસાની
ન્યૂનતાના નથી, કે કુટુંબની મનમાની અનુકૂળતા ન હોવાના નથી; પરંતુ, દુખ ભવિતવ્યતાને વધાવી લેવાના છે.