________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 25 ફિનિશિયન લેકેનું ટાયર શહેર તેના હાથમાં પડવું ત્યારે તે દરીઆઈ રાજ્યને નાશ થયો. એશિઆમાંથી સિકંદર નાઈલ નદી મારફત ઈજીપ્ત ગમે ત્યારે સહેજમાંજ તે દેશ તેને તાબે થયો, અને તેની જુની રાજધાની મેંફીસમાં પિતાના રાજ્યાભિષેક વખતે એણે માટે સમારંભ કર્યો. મેંફીસથી સમુદ્ર કિનારે આવી તેણે એક નવું શહેર વસાવ્યું, જે એલેકઝાન્ડ્રીઆને નામે અદ્યાપિ પ્રસિદ્ધ છે. આ શહેરની જગ્યા સિકંદરે તેિજ પસંદ કરેલી હોવાની વાત ઉપરથી તેની વેપારી બુદ્ધિ તથા તે પ્રમાણે અમલ કરવાનું તેનું ધોરણ પ્રત્યક્ષ માલમ પડી આવે છે. દેશના સંરક્ષણ માટે દરીઆઈ સત્તા પણ સિકંદરને અવશ્ય જણાઈ સિકંદરે તાબે કરેલ મિસર દેશ તેના મૃત્યુ પછી ટેલેમી નામના એક કુશળ પુરૂષે હસ્તગત કરી એલેકઝાન્ડ્રીઆમાં પિતાની રાજધાની કરી, અને બંદર ઉપર સફેદ આરસપહાણની ચારસે ફુટ ઉંચી એક ભવ્ય દીપમાળ બાંધી. એ દીપમાળ દુનીઆનાં સાત આશ્ચર્યોમાંની એક હજી ગણાય છે. આ રાજાએ નૌકાનયન તથા વેપારમાં ઘણો સુધારો કર્યો. એના પુત્ર ટોલેમી ફલાડેલ્ફસે ( ઈ. સ. પૂ. 285-247 ) ટાયર શહેરને વેપાર એલેકઝાન્ડીઆમાં ફંટાઈ આવે એવા વિચારથી સુવેઝના જેવી સો હાથ પહોળી અને ત્રીસ હાથ ઉંડી એક નહેર ખોદવાનું શરૂ કર્યું. હાલની નહેરની માફક તેને સુઝથી ભૂમધ્ય સમુદ્ર સાથે નહીં મેળવતાં આર્સિને બંદરથી નાઈલના પૂર્વ ફાંટા સાથે તેને મેળવવાની હતી. પરંતુ એ કામ પાર ઉતર્યું નહીં. એમ છતાં હાલની નહેર જુની નહેરની થોડી ઘણી પુનરાવૃત્તિ જ છે. નહેરનું કામ પુરું નહીં થવાથી ટોલેમી શિલાડેલ્ફસે રાતા સમુદ્રના પશ્ચિમ કિનારા ઉપર બર્નિસ નામે શહેર વસાવ્યું કે જેથી હિંદુસ્તાનને માલ એ બંદરે આવે અને ત્યાંથી જમીનમાર્ગે નાઈલ નદી ઉપર આવેલા કેંસ નામના શહેરમાં થઈ એલેકઝાન્ડીઆ પહોંચે. બર્નિસ અને કૅપ્ટેસ વચ્ચે સુમારે 250 માઈલને અંતર હતો તેમાં આ રાજાએ મુસાફરી માટે અનુકૂળ પડે તેવો રસ્તો બાંધી ઠેકઠેકાણે ઉતારા ઉભા કર્યા. આ રસ્તાનો ઉપયોગ 250 વર્ષ લગી થયા હતા. બર્નિસથી નીકવેલાં વહાણે અરબસ્તાન તથા ઈરાનને કિનારે કિનારે સિંધુ નદીના મુખ