________________ 23 પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દેડધામ. ઈત્યાદી વિષયેની અત્યંત બારીક માહિતી ગ્રીક લેકે યુરોપમાં લઈ ગયા. છતાં તુર્તવેળા યુરેપના ઈતિહાસમાં નિરાળા પ્રકારને ફેરફાર થવાથી સિકંદરે ઉપાડેલું આ કામ સુમારે દેઢ હજાર વર્ષ લગી તેમનું તેમજ પડી રહ્યું. તે સમયે હિંદુસ્તાનમાં એક છત્રપતિ રાજા નહોતે. અસંખ્ય નાનાં મોટાં રાજ્ય હવાથી દેશની સ્થિતિ સારી હતી, અને લેક સુખી હતા. લેકેની રીતભાત, પહેરવેશ, તથા કળાકેશલ્ય વગેરેનું સિકંદરના વખતનું વર્ણન હમણુના સો પચાસ વર્ષ અગાડીની સ્થિતિને એટલું મળતું આવે છે કે છેલ્લાં બે હજાર વર્ષમાં તેમાં કંઈ જાણવા જે ફેરફાર થયે નથી એવું જણાવવાનું સંભવ છે. હિંદુસ્તાનની રૂતુ, અહીંને નિયમિત વર્ણકાળ, નદીઓની ભરતી ઓટ, તેમાં આવતાં પૂર અને તેથી થઈ રહેતે એક નાનો જળપ્રલય અને તે વખતનો દેખાવ, એ સર્વ આજની સ્થિતિને ઉત્તમ રીતે મળતાં આવે છે. ગ્રીસ દેશથી હિંદુસ્તાન સુધીને સઘળા વિશાળ પ્રદેશ એકજ રાજાના તાબા હેઠળ આવે એ બની શકે તેવું નહોતું, તોપણ સઘળી જાતિના લેકેને પિતાપિતાના કારભારમાં પૂર્ણ સ્વતંત્રતા આપવી, અને સર્વને સુખ થાય એવી રીતે રાજ્ય કરવું એજ ઉત્તમ માર્ગ છે એ સિકંદર જાતે હતો. આ સંબંધમાં તેની આસપાસના સલાહકાર તથા તેની વચ્ચે મોટે વિરોધ પડ્યો. એના ગુરૂ એરિસ્ટોટલે એને કહ્યું હતું કે, “ગ્રીક લેકેને માત્ર તું તારી પ્રજા માની તેમની તરફ યોગ્ય રીતે વર્તજે; પણ બીજા લેકેને હલકી વર્ણના ગણજે.” આ મત સિકંદરને પસંદ પડ્યો નહીં. લેકેનું મન જાણવાની અકકલ ગુરૂ કરતાં શિષ્યમાં સારી હોવાથી ઘરમાં બેસી તત્વશાસ્ત્ર ઉપર ગ્રંથ લખનારા ગુરૂને ઉપદેશ તેણે માને નહીં. આરાબેલા આગળ વિજય મેળવ્યા પછી તેણે પોતે ઈરાની પશાક સ્વીકાર્યો, અને તેની સાથેના સરદારે પાસે પણ તે પોશાક ધારણ કરાવ્યો. તેમજ “અમારા ગ્રીક લેકેની સારી સારી વાત તમે શીખો,” એવો આગ્રહ તેણે ઈરાની લેકને કર્યો. વળી તે પોતે ડેરીઅસની છોકરી સાથે પરણ્ય, અને પિતાના સે સરદરનાં લગ્ન ઈરાની છોકરીઓ સાથે કરાવ્યાં. આ સઘળાં લગ્ન ઘણું ઠાઠથી