________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 21 ભાગની સાથે સાથે કિનારે કિનારે જવું એ પ્રમાણે સિકંદરે હુકમ આપ્યો. જેલમ નદીથી પટલ આવતાં આ સ્વારીને દશ મહિના થયા. સ્વારીની સઘળી ઉત્તમ પ્રકારની વ્યવસ્થા નિઆર્કસે કરેલી હોવાથી તેને દરીઆ માર્ગ જનારા ભાગને ઉપરી નીમી સિકંદર પોતે જમીન માર્ગે ગયો. પણ આ પ્રવાસમાં તેને મહા કષ્ટ વેઠવું પડયું. રસ્તામાં આવતા મેટા મેટા પર્વત અને રેતીનાં મેદાનથી પિતાને અડચણ પડશે એ સિકંદરને ખબર ન હેવાથી તેનાં પુષ્કળ માણસો મરણ પામ્યાં, અને દુશ્મનો સામે લડવામાં તેને ઘણી મહેનત પડી. સમુદ્ર માર્ગે જતાં લશ્કરને તથા સિકંદર સાથેના ભાગને અરસપરસ મદદ નહીં મળવાથી ઘણી મહેનતે બને ભાગે ઓર્મઝની નજીકમાં મળ્યા. તેમને પ્રવાસ ઈ. સ. પૂ. 325 ના અકટોબર મહિનામાં શરૂ થયું હતું. નિઆર્કસને પણ માર્ગમાં પુષ્કળ અડચણ નડી. ઓર્મઝથી પાંચ ટપે દર સિકંદરની છાવણી હોવાથી નિઆર્કસ ત્યાં જઈ તેને મળ્યો, અને સઘળું લશ્કર પૂર્વ તરફ આગળ વધી ઈરાની અખાતના ટુંકા ઉપર આવેલા સુઝા આગળ ઈ. સ. પૂ. 324 ના એપ્રિલ માસની આખરે આવી લાગ્યું. એક વર્ષ પછી એટલે ૩૨૩ના જાન મહિનામાં આ પરાક્રમી પુરૂષ બેબીલેનમાં મરણ પામ્યો. ઉપલી હકીકત ઉપરથી આ મહા પરાક્રમી પુરૂષની રીતભાત તથા ડહાપણ ઘણી સારી રીતે જણાઈ આવે છે. ગ્રીસ દેશથી હિંદુસ્તાનની પૂર્વ સીમા લગીના સઘળા પ્રદેશ ઉપર પિતાનું રાજ્ય સ્થાપવાની તેને મહત્ત્વાકાંક્ષા થઈ હતી. તેની શેધકબુદ્ધિ તથા વ્યવસ્થા કરવાની કુનેહ ઉપરથી એટલું તે જણાઈ આવે છે કે તે જે જીવવા પામ્યો હોત તે તેની ઈચ્છા ફળીભૂત થવામાં હરકત પડતે નહીં. એણે પશ્ચિમ એશિઆમાંનાં સઘળાં રાજ્યોમાં એક નવીન ઉત્સાહ ઉત્તેજીત કર્યો હતો, દૂરદૂરના લેકેને તે એકમેકના સમાગમમાં લાવ્યો હતો, અને નિરનિરાળા ઠેકાણની ઉપયોગી તથા વપરાશની ચીજે બાબત તેણે ખબર મેળવી હતી. આ પ્રમાણે પૂર્વના વેપાર માટે નવા માર્ગ શોધી કહેડાયા તથા નવાં મથકે ઉભાં થયાં એટલે વેપાર તથા ઉદ્યોગને એક નવીજ જાતને વેગ મળ્યો. હિંદુસ્તાનનાં રૂ તથા ચેખા, ટિબેટનું ઉન ઇત્યાદી ઘણું ઉપયોગી પદાર્થોને ખપ પશ્ચિ