________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 19 અને તેના સ્મરણાર્થે સંગ્રામ ભૂમી નજદીક સિકંદરે બે નવાં શહેરે વસાવ્યાં હતાં, તેમાંનું હમણુના જેલમ શહેર પાસે આવેલું એકી ફેલા ( Buokephala ) ઘણુંજ પ્રસિદ્ધિમાં આવ્યું હતું. - આ પછી કેટીરાસને લશ્કરનાં મૂળ સ્થાન ઉપર રાખી સિકંદરે આજુબાજુને ઘણે પ્રદેશ જીતી લીધે. ચિનાબ નદી ઓળંગી તે રાવી નદીની પણ થેડી આ બાજુએ આવ્યું, અને ત્યાં કથઈ લેકેનું મુખ્ય થાણું સંગલ કરીને હતું તે લીધું. ઈ. સ. પૂ. 326 ના સપ્ટેમ્બરમાં તે બીઆસના કિનારા ઉપર આવ્યો, પણ તેની અગાડી જવાને તેનું લશ્કર કબૂલ થયું નહીં. સિકંદરે માણસોને આજીજીપૂર્વક વિનવ્યા પણ સર્વે ફેગટ ગયું. કેઈનાસ નામના તેના વિશ્વાસુ સરદારે ધીરજથી લશ્કરનાં આદમીઓનું કહેવું સિકંદરને કાને નાખ્યું, ત્યારે તે ઘણો નાઉમેદ થયો, ત્રણ દિવસ લગી પિતાના તંબુમાંથી બહાર નીકળે નહીં, અને આખરે ન છૂટકે પાછા ફરવાને તેણે હુકમ આપ્યો. અહીંથી નીકળતાં પહેલાં તેણે બીઆસ નદીની પેલી બાજુએ બાર દેવતાના નામના બાર ચોખંડા પથ્થરના સ્થંભ ઉભા કર્યા, અને મોટે ઉત્સવ કર્યો. પ્રત્યેક સ્થંભની ઉંચાઈ 50 હાથ હતી. પાછા ફરતાં સિકંદર ચિનાબ નદી ઉપર આવ્યો ત્યારે ગ્રીસથી આવેલું પ૦૦૦ સ્વાર અને 7000 પાયદળનું નવું લશ્કર તેને મળ્યું. તરતજ જેલમ નદી ઉપર આવી તેણે પિતાના લશ્કરના ત્રણ ભાગ કરી એક ભાગ નદી મારફતે, અને દરેક કાંઠા ઉપર અકેક ભાગ, એવી રીતે જેલમ નદીમાં થઈ સમુદ્ર લગી સફર કરવાનો અને આસપાસના પ્રદેશની તપાસ કરવાને નિશ્ચય કર્યો. નદી ઉપર ફરનારા લોકોની હોડીઓ તેણે પિતાના કામમાં લીધી અને બીજી કેટલીક નવી પણ બાંધી. જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલા 'પુષ્કળ ખલાસીઓ એની ફેજમાં હતા તે સઘળાને એણે હેડી ઉપર કામે લગાડ્યા. ત્રીસ ત્રીસ હલેસાં વાળી મોટી 80 હેડીઓ સ્વારીમાં હતી, અને નાનાં મોટાં સઘળાં વહાણે મળી એકંદર 2000 વહાણે સિકંદર પાસે હતાં. કિનારે ચાલતા લશ્કરના ભાગોનું વડપણુ ક્રેટીરાસ અને હિફેસ્ટિઅન પાસે હતું, અને વહાણ ઉપરના ભાગ સાથે સિકંદર પિતે હતે.