________________ 18 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. માટે શક્ય ન હોવાથી તેણે આસપાસના પ્રદેશની તપાસણી કરી તે વિશે બાતમી મેળવી. એ વેળા ઉહાળો હોવાથી નદીમાં પુર આવેલું હતું એટલે તે ઉતર્યા વગર આપણે નદી ઓળંગવી નથી એવો ગપાટ સિકંદરે ચલાવ્યો. વખત જતાં વરસાદ શરૂ થયો અને રેલ વધતીજ ચાલી. સખત વરસાદ પડતા હતા તેવામાં એક રાતે ગુપ્તપણે નદીના મૂળ તરફ 16 માઈલ જઈ ડાંક ચુંટી કહાડેલાં માણસો સાથે તેણે નદી ઓળંગી. આ બાતમી પરસને મળતાંજ પિતાનાં સઘળાં લશ્કર સાથે તે સિકંદરની સામા ધો. તેના લશ્કરમાં 200 હાથી અને 30 હજાર પાયદળ હતું, અને બન્ને બાજુ મળી 4000 સ્વાર અને 300 રથ હતા. દરેક રથને ચાર ઘડા જોડેલા હતા, અને તેમાં બે તિરંદાજ, બે ઢાલવાળા અને બે સારથી એમ છ છ માણસે હતાં. પાયદળ લશ્કર પાસે ઢાલ, તરવાર અને ધનુષ્યબાણ હતાં. પિરસની સઘળી તૈયારી ઉત્તમ પ્રકારની હતી, પણ તેનું લશ્કર ઘણું મોટું હોવાથી તેને લડાઈની હરોલમાં રાખવાનું કામ મુશ્કેલ હતું. સિકંદરને સઘળે આધાર ઘોડેસ્વાર લશ્કર ઉપર હોવાથી તેમાં ચપળતા તથા દક્ષતા વિશેષ દેખાતાં હતાં. સિકંદરના લશ્કરને બીજે ભાગ ફેટીરાસ નામના તેના એક હોંશીઆર સેનાપતિના તાબા હેઠળ મૂળ સ્થાન ઉપરજ હતે. પિરસ અને સિકંદર વચ્ચે લડાઈ શરૂ થતાં જ તે તરફથી કેટીરાસે એકદમ નદી ઓળંગી પિરસને લશ્કર ઉપર પાછળથી હë કર્યો, એટલે પિરસ ગભરાઈ જતાં તેનો પરાજય થયો અને કેટીરાસના હાથમાં તે સપડાઈ ગયે. પિરસ સાડા છ ફુટ ઉચે ભવ્ય પુરૂષ હતું. તે પિતાને પરાજય થતું અટકાવવા જીવ ઉપર આવી લો, પણ શરીર ઉપર નવ જખમ લાગતાં નાઈલાજ થઈ તે દુશ્મનના હાથમાં પકડાઈ ગયો. એમ છતાં સિકંદરે તેને સન્માનથી આદરસત્કાર કર્યો, અને તેને તેનું રાજ્ય પાછું આપી દેવા ઉપરાંત તેને બીજે વધારે મુલક આપો. આ પ્રમાણે સિકંદરે બતાવેલા ઔદાર્યથી પિરસ તેને એક ઘોડો મિત્ર થયે. સિકંદરનાં આ કૃત્યથી તેની ધૂર્તતા જણાઈ આવે છે. પિરસ સાથેની આ લડાઈ ઈ. સ. પૂ. 326 ના જુલાઈ મહિનાના આરભમાં થઈ હતી,