________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 નં. રાજધાની બલ્ક હતી તે સર્વ હસ્તગત કરી. ઈ. સ. પૂ. 327 ની વસંત રૂતુના આરંભમાં બરફ પીગળવા માંડતાંજ સિકંદર બાદશાહે હિંદુસ્તાન તરફ કુચ કરી. તેની સાથે યુરોપથી આવેલું 50-60 હજાર માણસનું લશ્કર હતું, તે સઘળા સાથે દશ દિવસમાં તે હિંદુકુશ ઓળંગી ગયે, અને કહી દામનની ખીણમાં ઉતર્યો. અહી તેણે લશ્કરી છાવણી નાખી, અને નિકેર (Nikanor ) ને તેનો બંદોબસ્ત કરવાનું સેપ્યું. આ ઠેકાણે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ત્રણે દિશા તરફના રસ્તા મળતા હતા. અહીંથી જલાલાબાદની પશ્ચિમ બાજુએ આવેલા નિકેયા (Nikaia) શહેર આગળ આવી પહોંચ્યા પછી સિકંદરે પિતાના લશ્કરના બે ભાગ કરી, એક ભાગને કાબુલ નદીના કાંઠા ઉપરનો મુલક જીતવા હિફેસ્ટીઅન અને પડકાસ નામના બે સરદારના ઉપરીપણું હેઠળ અગાડી રવાના કર્યો. તક્ષશિલા આગળ પહેલેથીજ શરણે આવેલે હિંદુરાજ સિકદરના લશ્કરની તજવીજ રાખવા માટે તેની સાથે જ હતું. તક્ષશિલા શહેર સિંધુ નદીના પૂર્વ કિનારાથી ત્રણ ટપ્પા દૂર હતું. હાલના રાવલપીંડીથી વાયવ્ય ખુણે તરફ, અને હસનઅબદાલથી અગ્નિ કોણ તરફ કેટલાક માઈલ લગી ખંડીએ દેખાય છે તે કદાચ આજ શહેરનાં હોય. તક્ષશિલાના રાજાને પિરસ સાથે અણબનાવ હતો. હિંદુસ્તાનમાંની સર્વ હકીકત સિકંદરને આપનાર, અને તેની સઘળી વ્યવસ્થાની જવાબદારી માથે લેનાર તક્ષશિલાને રાજા હતે. સિંધુ નદીના પશ્ચિમ કિનારા ઉપરના રાજાઓ સિકંદરના લશ્કરને શરણે આવ્યા તે સઘળાની મદદથી સિંધુ નદી ઓળંગવા માટે સિકંદરે હેડીઓને પુલ બંધાવ્યું. લશ્કરના બીજા ભાગની સરદારી સિકંદરે પોતે લીધી, અને ઈ. સ. પૂ. 327 ના સપ્ટેમ્બર માસમાં તે આગળ વધે. રસ્તામાં તેને અનેક અડચણ નડી, અને ઘણી લડાઈમાં ઉતરવું પડયું, પરંતુ તેની વ્યવસ્થા તેમજ તૈયારી ઉત્તમ પ્રકારની હોવાથી તેને યશ મળતે ગયે. જે લેકે શરણે આવતા તેને તે પિતાની નોકરીમાં રાખતા, અને જેઓ વિરૂદ્ધ પડતા તેઓને દેહાંતદંડની શિક્ષા કરતે. આમ કરતાં કરતાં તે ઈ. સ. પૂ. 326 ના જાનેવારી માસમાં