________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. મમાં થવા લાગે. દુનીઓ ઉપર સર્વ સંપત્તિને ભંડાર હિંદુસ્તાન હેય એવી સિકંદરની પક્કી ખાતરી થઈ હતી, પણ તેના મરણ બાદ તેની જના પાર પાડવાને કાઈએ પ્રયત્ન કર્યો નહીં એ ખુલ્લું છે. કેમકે પાછળથી તેના મહાન રાજ્યના જે કકડા પડી ગયા તેમાં હિંદુસ્તાન માટે કંઈ પણ ઈશારે. નથી; માત્ર એટલું જ જણાય છે કે સિકંદરના નીમેલા કામદારે તેના મરણ પછી પાંચ છ વર્ષ લગીજ નોકરી ઉપર રહ્યા હતા. સિંધુ નદી ઉપર આવ્યા પછી ઈરાની અખાત લગી જતાં સિકંદરને એકંદર ત્રણ વર્ષ થયાં હતાં, એ પૈકી સુમારે ઓગણીસ માસ સિંધુ નદીની પૂર્વ તરફના પ્રદેશમાં તેણે ગાળ્યા હતા. એક બહાદુર દ્ધા તરીકે સિકંદરને ગણીએ તે આ ત્રણ વર્ષના અનુભવથી તેની મહત્તા ઘણી વધી ગઈ. લશ્કરની ગોઠવણ, સર્વ રીતીની તૈયારી કરવાની વ્યવસ્થા અને યુદ્ધકળા એ ત્રણમાં સિકંદરની બુદ્ધિ અપ્રતિમ હતી. અનેક પ્રસંગે સિકંદર પિતે જીવની પરવા ન કરતાં સંકટમાં ઝીંપલાવે, એ એના જેવા સેનાપતિને ઉચિત નહોતું એવું કેટલાક ટીકાકારનું કહેવું છે, તે પણ તેને આ ગુણ પ્રશંસાપાત્ર હતું. જેલમ નદી ઉપર કાફલાને પ્રવાસ, નિઆર્કસની સમુદ્ર ઉપરની સફર અને સિકંદરની ખુશ્કી માર્ગ મુસાફરી એ ત્રણે બના વખાણવા જોગ છે. આ સર્વ ઉપરથી એવું પણ માલમ પડે છે કે તે સમયે યુદ્ધકળામાં હિંદી લશ્કર યુરેપિઅન ફેજ કરતાં ઉતરતું હતું. ગ્રીક સ્વારો આગળ પંજાબના હાથી નકામા હતા. તે પણ આ સ્વારીનું કંઈ પણ ખાસ પરિણામ હિંદુસ્તાનની બાબતમાં આવ્યું નહીં. સિકંદર સરખો પુરૂષ આટલી બધી મહેનત ઉઠાવી આપણા દેશમાં કેમ આવે છે તેમજ અન્ય યુરોપિઅન લેકે પાસે આપણને શું શીખવાનું છે, તેમની રાજ્યપદ્ધતિ, વ્યવસ્થા તથા સુધારા કેવા પ્રકારના છે, એ પ્રશ્ન તરફ હાલની રીતી પ્રમાણે તે કાળના આપણું વિદ્વાનેનું બીલકુલ લક્ષ ગયું નહીં. એ કારણથી થોડા જ વખતમાં ગ્રીક લેકેની સ્વારી આવી હતી કે નહીં તેનું કંઈ પણ સ્મરણ હિંદુસ્તાનના લોકેામાં રહ્યું નહીં. એમ છતાં યુરેપમાં આ સ્વારીનું પરિણામ ઘણુંજ ઉલટું આવ્યું. અહીંનાં વેપાર, સંપત્તિ, વિદ્યા, શાસ્ત્રો અને કળાકેશલ્ય