________________
ધર્મપરીક્ષા લૈક ૭ गच्छिहिति? कहिं उववज्जिहिति ? गोयमा । महाविदेहवासे सिज्झिहिति" [२.१.१-] इत्यादवचनात्तासां भवान्तर एव पूर्वभवाचीर्णपार्श्वस्थत्वादिजातपापकर्मप्रायश्चित्तभणनात् । “सव्वो वि हु पव्वज्जा पायच्छित्त भवंतरकडाण पावाण कम्माण।" [ ] इत्यादिपूर्वाचार्यवचनात्प्रव्रज्याया एव भवान्तरकृतकर्मप्रायश्चित्तरूपत्वाद् । एतेन 'कृतस्य पापस्य प्रायश्चित्तप्रतिपत्तिस्तस्मिन्नेव भवे भवति न पुनः जन्मान्तरेऽपि इति वदस्तत्र “२जावाउ सावसेस.” [उपदेशमाला--२५८] इत्यादि सम्मतिमुद्भावयन् व्यक्ताम संलग्नकतामनवगच्छन्निरस्तो बोध्यः ।
~अथ पूर्वभवकुतपापपरिज्ञानाऽभावात्कुतस्तदालोचनम् ? कुतस्तरां च तत्प्रायश्चित्तम् ? इति चेत् ?~ न, एतदुवकृतानामपि विस्मृतानामिव पूर्वभवकृतानामपि पापानां सामान्यज्ञानेनालोचनप्रायश्चित्त सम्भवात् । अत एव मिथ्यात्वहिंसादेः पारभविकस्यापि निन्दागर्हादिकम्-+ इहभवियमन्नभविय मिच्छत्तपवत्तण जमहिगरण । जिणपवयणपडिकुट्ठदुटूठ गरिहामि तपाव । चतु प्रकी. ५०] “४इह भवे अन्नेसु वा भवग्गहणेसु पाणाइवाओ कओ वा काराविओ वा कीरंतो वा परेहिं समणुण्णाओ त निंदामि गरिहामि +इत्यादि चतुःशरणप्रकीर्णकपाक्षिकसूत्रादावुक्तम् । પ્રાયશ્ચિત્તને તે જ ભવમાં સ્વીકાર થયે અને કાલીદેવી વગેરેને પૂર્વભવમાં પાર્વસ્થત્યાદિના કારણે બંધાએલા અને આલોચના વગરના રહી ગએલાં પાપોના પ્રાયશ્ચિત્તને ભવાન્તરમાં સ્વીકાર થયો. આ વાત આ ગમમાં જે નીચે મુજબની બે વાતો આવે છે તેના પરથી જણાય છે : (૧) “તે પાપસ્થાનની આલેચના-પ્રતિક્રમણ ન કરનાર (કાલીદેવી) કાલ માસે કોલ કરીને.. ઈત્યાદિ (૨) “હે ભગવન્! કાલીદેવી તે દેવલેકમાંથી નીકળીને તરત કઈ ગતિમાં જશે?
ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.” + તેના ઉક્તપાપનું પ્રાયશ્ચિત ભવાન્તરમાં જ થવાનું છે. એ વાત આ બે વાતે પરથી આ રીતે જણાય છે. અલપકાળમાં મોક્ષ થવાનો છે એ અનુબંધનાશને જણાવે છે અને અનુબંધનાશ એ પ્રાયશ્ચિત્તના સ્વીકારને જણાવે છે. વળી પ્રાયશ્ચિત્તને સ્વીકાર પૂર્વભવમાં તે થયો નથી. તેથી જણાય છે કે એ ભવાન્તરમાં જ થવાને છે.
વળી,"આખી દીક્ષા જ ભવાન્તરકૃત પાપકર્મોના પ્રાયશ્ચિત્તરૂપ છે”+એવા પૂર્વાચાર્યના વચનથી પ્રવજ્યા પિતે જ ભવાન્તરકૃત પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપ છે તે જણાય છે. તેથી કાલી વગેરેનું પણ તે પ્રાયશ્ચિત્ત ભવાન્તરમાં થયું હોવું નિઃશંકપણે સિદ્ધ થાય છે. આ પ્રવજયા પિતે જ ભવાત્રકૃતકના પ્રાયશ્ચિત્તરૂપ છે” આવું જ કહ્યું તેનાથી જ પૂર્વ પક્ષીની નીચેની વાતનું પણ નિરાકરણ થઈ જાય છે. પૂર્વપક્ષીની એ વાત આ છે... "કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત તે જ ભવમાં થઈ શકે છે, ભવાન્તરમાં નહિ.” ~ આટલું કહીને પછી પૂર્વપક્ષી એમાં ઉપદેશમાળાની નીચેની ગાથાની સાક્ષી આપે છે કે “જ્યાં સુધી આયુષ્ય બાકી છે તેમજ થોડો પણ પુરુષાર્થ કરવાની શક્યતા છે ત્યાં સુધીમાં આત્મહિત કરી લ્યો, કે જેથી શશીરાજાની જેમ પાછળથી પસ્તાવાને વારે ન આવે.+ પૂર્વપક્ષીની આ સાક્ષીવાળી ઉક્ત વાતનું એટલા માટે નિરાકરણ થઈ જાય છે કે ઉપદેશમાલાની પ્રસ્તુત ગાથામાં સંયમતપ-ત્યાગ વગેરે રૂપ આત્મહિતની વાત હોવાથી આ વાત સાથે એણે કંઈ લેવાદેવા નથી એ સ્પષ્ટ છે. તેથી ઉપદેશમાળાના એ વચનથી “પ્રાયશ્ચિત્ત જન્માક્તરમાં થઈ શકતું નથી” એ વાતની સિદ્ધિ કે પુષ્ટિ થતી નથી. १. सर्वापि खलु प्रव्रज्या प्रायश्चित्त भवान्तरकृतानां पापानां कर्मणाम् । २. जावाउ साबसेस जाव य थोवोवि अस्थि ववसाओ । ताव करिज्जप्पहिय मा ससिराया व सोइहिसि ॥ 3. इहभवि कमन्यभविक मिथ्यात्वप्रवर्तन यदधिकरणम् । जिनप्रवचन प्रतिकुष्ट दुष्ट गहे तत्पापम् ॥ ४. इहभवेऽन्येषु वा भवग्रहणेषु प्राणातिपातः कृतो वा कारितो वा क्रियमाणो वा परैः समनुज्ञातस्त निन्दामि गहे ॥