________________
શુકલપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર
૧૭૭ सूत्रकृतवृत्तावप्युक्तं-" ननु च क्रियावाद्यप्यशीत्युत्तरशतभेदोऽपि तत्र तत्र प्रदेशे कालादीनभ्युपगच्छ. न्नेव मिथ्यावादित्वेनोपन्यस्तस्तत्कथमिह सम्यग्दृष्टित्वेनोच्यते ? उच्यते-स तत्र 'अस्त्येव जीवः' इत्येवं सावधारणतयाऽभ्युपगम कुर्वन्, 'तथा काल एवैकः सर्वस्यास्य जगतः कारण, तथास्वभाव एव, नियतिरेव, पूर्वकृतमेव, पुरुषकार एब इत्येवमपरनिरपेक्षतयैकान्तेन कालादीनां कारणत्वेनाश्रयणान्मिथ्यात्वम् । तथाहि'अस्त्येव जीवः' इत्येवमस्तिना सह जीवस्य सामानाधिकरण्याद् 'यद्यदस्ति तत्तज्जीवः' इति प्राप्तम् । अतो निरवधारणपक्षममाश्रयणा दह सम्यक्त्वमभिहितम् । तथा कालादीनामपि समुदितानां परस्परसव्यपेक्षाणां कारणत्वेनेहाश्रयणात्सम्यक्त्वमिति । ननु च कथकालादीनां प्रत्येक निरपेक्षाणां मिथ्यात्वस्वभावत्वे सति समुदितानां सम्यक्त्वसद्भावः ? न हि यत्प्रत्येक नास्ति तत्समुदाये भवितुमर्हति, सिकतातैलवत् । नैतदस्ति, प्रत्येक पद्मरागादिमणिध्वविद्यमानापि रत्नावली समुदाये भवन्ती दृष्टा, न च दृष्टेऽनुपपन्न नामेति यत्किञ्चिदेतदित्यादि ॥"
[ઉભયશાસ્ત્રનો સમન્વય કરવો એ જ ન્યાયપૂર્ણ-ઉ.] સમાધાન – આવી શંકા કરવી યોગ્ય નથી, કેમકે એક શાસ્ત્રને આધાર લઈને બીજા શાસ્ત્રોને દૂષણ આપવા–અપ્રમાણ કરી દેવા એ મેટી આશાતના રૂપ છે. તેથી ઉભયશાસ્ત્રનો સમન્વય કરવો એ જ છે. તે સમન્વય આ રીતે-દશાશ્રુતસ્કંધમાં સામાન્યતઃ કેઈપણ કિયાવાદીની પ્રરૂપણ છે જ્યારે ભગવતીસૂત્ર અને સૂત્રકૃતાંગનિર્યુક્તિમાં અમુક ચોક્કસ કિયાવાદીઓની જ વાત છે. તેથી એ બેમાં થેડે ફેર દેખાય છે અને છતાં કે વિરોધ નથી. ભગવતીસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “આ કિયાવાદીઅકિયાવાદી બધાને જે કે અન્યત્ર મિચ્છાદષ્ટિ જ કહ્યા છે છતાં પણ અહીં કિયાવાદી તરીકે સમ્યકત્વી લેવા-કેમકે સમ્યમ્ અસ્તિત્વવાદી હોય એવા જ ક્રિયાવાદીને અહીં અધિકાર છે.”
સૂત્રકૃતાંગની વૃત્તિમાં પણ કહ્યું છે કે,
“શંકા-શાસ્ત્રોમાં જુદે જુદે અનેક સ્થળે એવાજ એકસો એંશીયે ભેદવાળા ક્રિયાવાદીને કાલાદિને સ્વીકારતા મિથ્યાવાદી તરીકે કહ્યા છે–તો તમે કેમ અહીં તેને સમ્યગ્ગદષ્ટિ કહો છો?
સમાધાન :- અન્ય સ્થળેએ “ અત્યવ જીવ : (જીવ છે જ )' એવા “જ' કાર સહિત સ્વીકાર કરતાં, તેમજ કાલ એક જ આ આખા જગતનું કારણ છે, એમ સ્વભાવ એક જ-નિયતિ એક જપૂર્વકત કમ જ, પુરુષાર્થ જ આખા જગતનું કારણ છે ઈત્યાદિરૂપે બીજાને નિરપેક્ષપણે એકાન્ત કાલ વગેરેના કારણતાને કહેતાં એવા ક્રિયાવાદીની વિવક્ષા કરી છે અને તેથી એને મિથ્યાવાદી કહ્યો છે. કેમ કે “અભેવ છવઃ ” ઈત્યાદિમાં અસ્તિની સાથે જીવનું સામાનાધિકરણ્ય (એક અધિકરણમાં રહેવા પણું ) ફલિત થતું હોઈ જે જે અસ્તિ (હાય) તે તે જીવ હોય' એવી વ્યાપ્તિ બની જાય છે જે ઘટાદિને પણ જીવ તરીકે પ્રતિપાદિત કરતી હોઈ અસત્ છે. જ્યારે અહીં “જ” કાર શૂન્ય પક્ષને આશ્રીને ક્રિયાવાદીની વિવેક્ષા છે. માટે તેને સમ્યક્ત્વી કહ્યા છે. એમ કાલાદિની પણ સમુદિત થયેલા અને પરસ્પર સાપેક્ષ એવા જ તેઓની કારણુતાને કહેનાર ક્રિયાવાદીની અહીં વાત હાઈ સમ્યક્ત્વી કહ્યા છે. પરસ્પર નિરપેક્ષ એવા પ્રત્યેક કાલાદિ જે મિથ્યાત્વ સ્વભાવવાળા હોય તે સમૃદિત તેઓમાં સમ્યક્ત્વ સ્વભાવ શી રીતે આવી જાય ? કેમ કે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં પણ તેવું સંભવતું નથી, જેમ કે રેતીના કણ કણમાં ન રહેલું તેલ તેના સમુદાયમાં પણ હોતું નથી” એવા શંકા ન કરવી, કારણ કે માણેક વગેરે દરેક મણકામાં નહિ રહે એ પણ રત્નને હાર તેઓના સમુદાયમાં રહેતે દેખાય છે. અને જે આવું સાક્ષાત્ દેખાય છે તેમાં અસંગતિ ઊભી કરવાનો કોઈ પ્રશ્ન જ હતો. નથી. તેથી “પ્રત્યેકમાં હાજર નહિ એવું સમ્યક્ત્વ તે કાલાદિના સમુદાયમાં શી રીતે આવી જાય એ શંકા સાવ ફિશુ છે,”