________________
૩૭
કેવલીમાં દ્રવ્યહિંસા : જીવરક્ષાપ્રયત્નને વિચાર निरोधं विना विफल इति वीर्यान्तरायक्षयवैफल्यापत्तिनिरासार्थ भगवतः क्षुत्पिपासयोरपि स्वरूपायोग्यत्वं कल्पनीयमिति दिगम्बरस्य वदतो दूषणं न दातव्यं स्यादिति । यदि च क्षुत्पिपासयोनिरोद्धुमशक्यत्वात् तत्परीषहविजयप्रयत्नो भगवतो मार्गाच्यवनादिस्वरूपेणैव फलबानिति विभाव्यते तदाऽशक्यपरिहारजीवविराधनाया अपि त्यक्तुमशक्यत्वात्तत्र जीवरक्षाप्रयत्नस्यापि भगवतस्तथास्वरूपेणैव फलवत्वमिति किं वैषम्यम् ? इत्थं चઅધિકારી વિષયરૂપ જ હોતા નથી. પણ કાય પ્રયત્ન માટે આવું નથી. તમે જે જીવોની હિંસા અશક્ય પરિહારવાળી માને છે, અને તેથી તેઓની દ્રવ્યહિંસા સયોગી કેવળીથી પણ થવી માનો છે, એ અંગે અમે તમને પૂછયું કે ભગવાન તેઓની રક્ષાને પ્રયત્ન કરે કે નહિ? એવો પ્રયત્ન જે હોય તે એક વાત નક્કી જ છે કે એ પ્રયતન મુખ્યતયા આ અશક્ય રક્ષાવાળા જીવો અંગે જ છે. વળી એ છાની રક્ષા તે થતી જ નથી. માટે તે કાયપ્રયત્નને (જે હોય તે) નિષ્ફળ જ શા માટે ન કહેવાય? અને તે જે નિષ્ફળ છે તે વિન્તરાય થયેલ ક્ષય પણ નિષ્ફળ જવાની આપત્તિ આવે જ છે. એટલે એને સફળ ઠેરવવા માટે ભગવાનના જીવરક્ષાદિ વિષયક કાયપ્રયત્નને સફળ માનવ આવશ્યક છે. અને તેથી અશક્યપરિહારરૂપે પણ તેઓના વેગથી હિંસા માની શકાતી નથી. માટે અમે કહીએ છીએ કે “કેવલિભગવાનના યોગમાં હિંસાની સ્વરૂપગ્યતા પણ હોતી નથી એવું માનવું જોઈએ.”
[ક્ષત્પરીષહવિજ્યના કાયપ્રયત્નની પ્રતિબન્દી-ઉ૦] સમાધાન - આવી શંકાઓ કરવી યોગ્ય નથી, કેમકે આ રીતે તે અમે પણ તમને પૂછી શકીએ છીએ કે ભગવાન્ સુતપિપાસાપરીષહને જીતવાને કાયપ્રયત્ન કરે છે કે નહિ? જે ના કહેશે તે “અસંયત” બની જવાની આપત્તિ આવશે. જે હા કહેશે તે એ તે નક્કી જ છે કે એ પ્રયત્નને મુખ્ય વિષય ભુપિપાસાપરીષહને વિજય જ છે. વળી આ પ્રયત્નથી જે ભૂખતરસને નિરોધ ન થાય તો તો એ પ્રયત્ન નિષ્ફળ જ રહે. અને એ જે નિષ્ફળ રહે તે વર્યાન્તરાય કર્મના ક્ષયને નિષ્ફળ માનવાની આપત્તિ આવી જ પડે. માટે એ આપત્તિ ન આવે એટલા ખાતર તમારે એવું કહેવું પડશે કે “કેવલી ભગવાનમાં ભૂખતરસની પણ સ્વરૂપ યોગ્યતા જ હોતી નથી એવું માનવું જોઈએ.” અને આવું જે કહેશે તે તમે દિગંબરને કેઈ દેષ આપી શકશે નહિ.
[માર્ગમાં રહેવું એ જ પ્રયત્નની સફળતા શંકા:- સુધા-પિપાસાને અટકાવવા શક્ય નથી. માટે અકથ્ય ભિક્ષાનો ત્યાગ વગેરે રૂપ માર્ગમાં ટકી રહેવું એ જ તે પરીષહને જીતવાના પ્રયત્નનું ફળ છે. તેથી એટલા માત્રથી પણ એ પ્રયત્ન તો સફળ રહે છે. (પછી ભલેને ભૂખતરસનો નિરોધ ન પણ થયે હોય)
સમાધાન :- આ જ રીતે, અશક્ય પરિહારરૂપ જીવવિરાધનાને પણ ત્યાજવી અશક્ય હોઈ તે અંગેને ભગવાનને જીવરક્ષા માટે પ્રયત્ન પણ તેવા માર્ગમાંથી ભ્રંશ