________________
કેવલિમાં દ્રવ્યહિંસા : ગો અંગે વિચારણા
૨૫૫ स च प्रमत्तो योगः प्रमादैर्भवति । ते च प्रमादा अष्टधा शास्त्रे प्रोक्ताः अज्ञानसंशयविपर्ययरागद्वेषमतिभ्रंशयोगदुष्प्रणिधानधर्मानादरभेदात् । ते चाज्ञानवर्जिताः सम्यग्दृष्टेरपि संभवन्तोऽतः प्रमत्तसंयतपर्यन्तानामेव भवन्ति न पुनरप्रमत्तानामपि, प्रमादाप्रमादयोः सहानबस्थानात् । तेनेहाष्टासु प्रमादेषु यौ रागद्वेषौ प्रमादत्वेनोपात्तौ तौ योगानां दुष्प्रणिधानजननद्वाराऽऽरंभिकीक्रियाहेतू ग्राह्यौ, तयोश्च तथाभूतयोः फलोपहिपयोग्यतया जीवघातं प्रति कारणत्वस्य कादाचित्कत्वेऽपि स्वरूपयोग्यतया तथात्वं सार्वदिकमेव । यद्यपि सामान्यतो रागद्वेषावप्रमत्तसंयतानामपि कदाचित्फलोपहितयोग्यतयापि जीवघातहेतू भवतस्तथापि तेषां तौ न प्रमादौ, यतनाविशिष्टया प्रवृत्त्या सहकृतयोस्तयोरारंभिकी क्रियाया अहेतुत्वात् , तदप्यनाभोगसहकृतघतनाविशिष्टयो रागद्वेषयोर्योगानां दुष्प्रणिधानजनने सामर्थ्याभावात् , सम्यगीर्यया प्रवृत्त्या तयोस्तथाभूतसामर्थ्यस्यापहरणात् । न चैव प्रमत्तानां संभवति, तेषामयतनया विशिष्टयोस्तयोर्योगानामशुभताजनकत्वेनारम्भिकीक्रियाहेतुत्वाद् । अत एव प्रमत्तानां विनापवाद जीवघातादिक प्रमादसहकृतानाभोगजन्यम् । तदुक्तं दशवकालिकवृत्तौ (अ०४) "अयतनया चरन् प्रमादानाभोगा. ઈપથિકી જ ક્રિયા માની છે. તેથી “કઈ પણ સંયતમાં છવઘાતના કારણે આરંભિકીક્રિયા હોતી નથી, પણ પ્રમત્તયોગના કારણે હોય છે તે વાત નક્કી થઈ.
. [પ્રમત્તયોગ અંગે પૂર્વપક્ષ વિચારણા ] તે પ્રમત્તયોગ પ્રમાદના કારણે પ્રવર્તે છે. પ્રમાદો શાસ્ત્રમાં આ આઠ પ્રકારે કહ્યા છે– અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ચગદુપ્રણિધાન અને ધર્મનો અનાદર. અજ્ઞાન સિવાયના સાત પ્રમાદો તે સમ્યફવની હાજરીમાં પણ સંભવે છે. માટે એ સાત પ્રમાદ પ્રમત્તસંયતગુણઠાણ સુધીના જીવમાં સંભવે છે, અપ્રમત્તજીવોમાં નહિ તે પ્રમાદો અપ્રમત્ત જીવોમાં એટલા માટે સંભવતા નથી કે તેઓમાં તે અપ્રમાદ હોય છે, જ્યારે પ્રમાદ અને અપ્રમાદ સહઅનવસ્થાન (સાથે ન રહેવા રૂપ) વિરોધવાળા છે. એટલે જ અહીં રાગદ્વેષ પણ જે પ્રમાદ તરીકે કહ્યા છે તે સામાન્યથી રાગ-દ્વેષ ન સમજવા, (કારણકે તે તે અપ્રમત્તમાં પણ હોય છે), પણ યોગનું સુપ્રણિધાન કરવા દ્વારા આરંભિકક્રિયાના હેતુ બનનાર રાગદ્વેષ જાણવા. આવા તે બે (રાગદ્વેષ) જીવહિંસા પ્રત્યે ફળે પધાયક ચોગ્યતાવાળા કારણ તરીકે ક્યારેક જ બનતાં હોવા છતાં સ્વરૂપગ્યકારણ રૂપે તે હંમેશા હોય જ છે. જોકે સામાન્યથી તે અપ્રમત્તસંયતના રાગદ્વેષ પણ કયારેક જીવઘાતના ફળે પધાયક યોગ્યતાવાળા કારણ રૂપ બની જાય છે, છતાં પણ તેઓના ફળપધાયક બનેલા પણ તે બે પ્રમાદરૂપ બનતા નથી, કેમકે જયણયુક્ત પ્રવૃત્તિથી સહકૃત એવા તે બે આરંભિકીકિયાના અહેતુ જ રહે છે, (અર્થાત્ જયણાયુક્ત પ્રવૃત્તિ તે રાગદ્વેષને આરંભિકક્રિયાના હેતુ બનવામાં પ્રતિબંધક બને છે.) આવું પણ એટલા માટે છે કે અનાગસહકૃતજયણાયુક્ત રાગદ્વેષમાં
ગેનું દુપ્રણિધાન પેદા કરવાનું સામર્થ્ય હોતું નથી, કારણ કે સમ્યગ્ર ઈર્યા (સમિતિ) યુક્ત પ્રવૃત્તિથી તે બેનું તેવું સામર્થ્ય દૂર કરાયેલું હોય છે. પ્રમત્તજીવોના રાગ-દ્વેષ આ રીતે પ્રમાદરૂપ ન બનવા સંભવતા નથી, કેમકે તેના અજયણાથી યુક્ત એવા તે