________________
ધર્મની કષ-છેદ-તાપ પરીક્ષા
विहिपडिसेहा उ कसो तज्जोगक्खेमकारिणी किरिया ।
छेओ तावो य इहं वाओ जीवाइतत्ताणं ॥८॥ (विधिप्रतिषेधौ तु कषस्तद्योगक्षेमकारिणी क्रिया । छेदस्तापश्च इह वादो जीवादितत्वानाम् ॥८७॥)
विहिपडिसेहाउत्ति । विधिः अविरुद्धकर्तव्यार्थोपदेशक वाक्यम् । स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्य' इत्यादि । प्रतिषेधः पुनः 'न हिंस्यात्सर्वभूतानि' इत्यादि । एतौ द्वाविह धर्मपरीक्षायां कष एव सुवर्णपरीक्षायां कषपट्टकरेखेव । इदमुफ्त भवति-यत्र धर्मे उक्तलक्षणौ विधिप्रतिषेधौ पुष्कलावुपलभ्यते स धर्मः कषशुद्धः, न पुनः
“अन्यधर्मस्थिताः सत्त्वा असुरा इव विष्णुना । उच्छेदनीयास्तेषां हि वधे दोषो न विद्यते ॥"
इत्यादिवाक्यगर्भ इति । तयोविधिप्रतिषेधयोर्योगोऽनाविभूतयोः संभवः, क्षेम चाविभूतयोः पालना, तत्कारिणी क्रिया भिक्षाटनादिबाह्यव्यापाररूपा छेदः । यथा कषशुद्धावप्यन्तर्गतामशुद्धिमाशङ्कमानाः सौवर्णिकाः सुवर्णगुलिकादेश्छेमाद्रियन्ते तथा कषशुद्धावपि धर्मस्य छेदमपेक्षन्ते प्रेक्षावन्तः । स च छेदो विशुद्धबाह्यचेष्टारूपः, विशुद्धा च चेष्टा सा यत्राऽसन्तावपि विधिप्रतिषेधावबाधितरूपौ स्वात्मानं लभेते, लब्धात्मानौ चातिचारविरहितावुत्तरोत्तरां वृद्धिमनुभवतः, ईदृशी यत्र धर्मे चेष्टा सप्रपञ्चा प्रोच्यते स धर्मश्छेदशुद्ध इति ।
तापश्च जीवादितत्त्वानां वादः स्याद्वादरीत्योपन्यासः। यथाहि कषच्छेदशुद्धमपि सुवर्ण तापमसहमान कालिकोन्मीलनदोषान्न सुवर्णभावमश्नुते, एवं धर्मोऽपि सत्यामपि कषच्छेद
ગાથાર્થ - આ ધમ પરીક્ષામાં વિધિ અને પ્રતિષેધ એ કષ છે, તેને ગરમ કરનાર કિયા એ છેદ છે અને જીવાદિ તત્ત્વોનો વાદ એ તાપ છે.
અવિરુદ્ધ કર્તવ્યભૂત અર્થનું ઉપદેશક વાકય એ વિધિ. જેમકે સ્વર્ગના અથી એ તપ–ધ્યાન વગેરે કરવા. “સર્વ જીવોને હણવા નહિ” ઈત્યાદિ વાકય એ પ્રતિષેધ છે. જેમ સુવર્ણ પરીક્ષામાં કષપટ્ટક પર પડતી રેખા એ કષપરીક્ષા છે તેમ આ ધર્મની વિધિ અને પ્રતિષેધ એ બે કષપરીક્ષા છે. તાત્પર્ય, જે ધર્મમાં આવા ઘણું વિધિ અને પ્રતિષેધ હોય તે કષશુદ્ધ જાણ પણ જેમ વિષ્ણુએ અસુરોનો ઉછેર કર્યો તેમ અન્યધર્મમાં રહેલા જીવોને ઉછેદ કરો. તેને વધ કરવામાં કોઈ દેશ નથી.” ઈત્યાદિ વાયગર્ભિત ધર્મ એ કષશુદ્ધ નથી. (કેમ કે એમાં હિંસાનો નિષેધ નથી.) આ બે વિધિ– પ્રતિષેધને યોગ (= પ્રકટ ન થએલ હોય તેને પ્રકટ કરવું તે) અને ક્ષેમ (=પ્રકટ થએલને જાળવી રાખવા તે) કરનારી ભિક્ષાટનાદિ બાહ્ય પ્રવૃત્તિરૂપ કિયા એ છેદ છે. જેમ કષપરીક્ષામાંથી શુદ્ધ તરીકે બહાર પડેલ સોનાની પણ અંતર્ગત અશુદ્ધિની શંકા કરતા સોનીઓ સુવર્ણગુલિકા વગેરેનો છેદ કરે છે એમ કષશુદ્ધ એવા પણ ધર્મની બુદ્ધિમાનો છેદ પરીક્ષા કરે છે એ છેદ વિશુદ્ધ બાહ્ય ચેષ્ટારૂપ છે. અને વિશુદ્ધ ચેષ્ટા તેને કહેવાય છે જેનાથી ગેરહાજર એવા પણ વિધિપ્રતિષેધ અબાધિત રૂપે સ્વસ્વરૂપ પામે, અને સ્વસ્વરૂપ પામી ગએલ વિધિપ્રતિષેધ અતિચાર શુન્ય રીતે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. આવી વિશુદ્ધચેષ્ટા વિસ્તાર પૂર્વક જે ધર્મમાં કહેલી હોય તે ધર્મને છેદશુદ્ધ જાણ.