________________
૪૬૨
ધર્મપરીક્ષા લૈ. ૮૭-૮૮ शुद्धौ तापपरीक्षायामनिर्वहमाणो न स्वभावमासादयति, अतो जीवादितत्त्वानां स्याद्वादप्ररूपणया तापशुद्धिरन्वेषणीया । यत्र हि शास्त्रे द्रव्यरूपतयाऽप्रच्युतानुत्पन्नः, पर्यायात्मकतया च प्रतिस्वमपरापरस्वभावास्कन्दनेनानित्यस्वभावो जीवादिरवस्थाप्यते, स्यात्तत्र तापशुद्धिः । यतः परिणामिन्येवात्मादौ तथाविधा(? ध)शुद्धपर्यायप्रादुर्भावादुक्तलक्षणः कषो बाह्यचेष्टाशुद्धिलक्षणश्च छेद उपपद्यते, न पुनरन्यथेति । अत्र च तापपरीक्षा बलवती, कपच्छेदभावेऽपि तापाभावे परीक्षाऽसिद्धेः, न हि तापे विघटमान हेम कषच्छेदयोः सतोरपि स्व स्वरूप प्रतिपत्तुमल', युक्तिस्वर्णस्वात्तस्येति ।।८७॥ एताभिः परीक्षाभिधर्म परीक्षिते धर्मवान् गुरुरपि परीक्षित एव भवतीत्यभिप्रायवानाह
एयाहिं परिक्खाहिं मुद्धे धम्ममि परिणया जे उ ।
गुरुणो गुणजलणिहिणो ते वि विसुद्धा सुवणं व ।।८८।। (एताभिः परीक्षाभिः शुद्धे धर्म परिणता ये तु । गुरवो गुणजलनिधयस्तेऽपि विशुद्धाः सुवर्णमिव ॥८८॥)
[તાપપરીક્ષા ત્રણેમાં મુખ્ય] જવાદિ તત્ત્વોને સ્યાદવાદરીતિએ ઉપન્યાસ કરવા રૂપ વાદ એ તાપપરીક્ષા છે. જેમ કષ અને છેદપરીક્ષાથી શુદ્ધ એવું પણ સોનું તાપને સહન ન કરી શકવાથી શ્યામપડી જવાને દોષ પામે તે સાચું સુવર્ણ નથી કહેવાતું એમ ધર્મ પણ કષ અને છેદની શુદ્ધિ હોવા છતાં તાપ પરીક્ષામાં ઊભો રહી ન શકે તે “ધર્મરૂપ રહેતો નથી. તેથી જીવાદિ તત્તની સ્યાદવાદપ્રરૂપણાથી તાપ શુદ્ધિ વિચારવી. જે શાસ્ત્રમાં જીવાદિને દ્રવ્યરૂપે અપ્રચુત-અનુત્પન્ન (નિત્ય) કહ્યા હોય અને પર્યાયરૂપે વ્યક્તિ વ્યક્તિ ક્ષણે ક્ષણે જુદા જુદા રૂપ પામવા દ્વારા અનિત્ય સ્વભાવવાળા હવા કહ્યા હોય તેમાં તાપશુદ્ધિ જાણવી, કેમકે પરિણામી એવા જ આત્મામાં તે વિશેષ પ્રકારનો અશુદ્ધપર્યાય પ્રકટ થતું હોય તે જ અને તેને નાશ શક્ય હોય તે જ તેને દૂર કરનાર તરીકે ઉકતસ્વ. રૂપવાળો કષ અને બાહ્ય ચેષ્ટાશુદ્ધિરૂપ છેદ સંગત બને છે, અન્યથા નહિ. [અહીં તથા વિશુદ્ધ' ના સ્થાને તથાવિશુદ્ધ' એવો પાઠ યોગ્ય લાગે છે. એવો પાઠ હોય તે આ પ્રમાણે અર્થ જાણવો-કેમકે પરિણામી એવા આત્મામાં જ તે વિશેષ પ્રકારનો શુદ્ધ પર્યાય થતો હોવાથી ઉક્તસ્વરૂપવાળ કષ અને બાહ્યચેષ્ટા શુદ્ધિરૂપ છેદ સંગત બને છે, અન્યથા નહિ.] આ ત્રણેમાં તાપ પરીક્ષા મુખ્ય છે, કેમકે કષ-છેદ હોવા છતાં તાપ ન હોય તે પરીક્ષા સિદ્ધ થતી નથી. તાપ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થતું સુવર્ણ કષ–છેદમાંથી શુદ્ધ રીતે ઉત્તીર્ણ થયું હોય તે પણ પોતાને સુવર્ણ તરીકે ઓળખાવી શકતું નથી, કેમકે એ કૃત્રિમ સુવર્ણ હોય છે. ૫૮૭ના આ પરીક્ષાઓ વડે ધર્મની પરીક્ષા થએ છતે ધર્મવાન ગુરુની પણ પરીક્ષા થઈ જાય છે તેવા અભિપ્રાયથી પ્રકાર કહે છે –
ગાથાર્થ – આ કષાદિપરીક્ષાએથી શુદ્ધ એવા ધર્મમાં જે પરિણત થએલા છે તે ગુણસમુદ્ર ગુરુઓ પણ સુવર્ણની જેમ વિશુદ્ધ જાણવા.