SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ધર્મપરીક્ષા લૈ. ૮૭-૮૮ शुद्धौ तापपरीक्षायामनिर्वहमाणो न स्वभावमासादयति, अतो जीवादितत्त्वानां स्याद्वादप्ररूपणया तापशुद्धिरन्वेषणीया । यत्र हि शास्त्रे द्रव्यरूपतयाऽप्रच्युतानुत्पन्नः, पर्यायात्मकतया च प्रतिस्वमपरापरस्वभावास्कन्दनेनानित्यस्वभावो जीवादिरवस्थाप्यते, स्यात्तत्र तापशुद्धिः । यतः परिणामिन्येवात्मादौ तथाविधा(? ध)शुद्धपर्यायप्रादुर्भावादुक्तलक्षणः कषो बाह्यचेष्टाशुद्धिलक्षणश्च छेद उपपद्यते, न पुनरन्यथेति । अत्र च तापपरीक्षा बलवती, कपच्छेदभावेऽपि तापाभावे परीक्षाऽसिद्धेः, न हि तापे विघटमान हेम कषच्छेदयोः सतोरपि स्व स्वरूप प्रतिपत्तुमल', युक्तिस्वर्णस्वात्तस्येति ।।८७॥ एताभिः परीक्षाभिधर्म परीक्षिते धर्मवान् गुरुरपि परीक्षित एव भवतीत्यभिप्रायवानाह एयाहिं परिक्खाहिं मुद्धे धम्ममि परिणया जे उ । गुरुणो गुणजलणिहिणो ते वि विसुद्धा सुवणं व ।।८८।। (एताभिः परीक्षाभिः शुद्धे धर्म परिणता ये तु । गुरवो गुणजलनिधयस्तेऽपि विशुद्धाः सुवर्णमिव ॥८८॥) [તાપપરીક્ષા ત્રણેમાં મુખ્ય] જવાદિ તત્ત્વોને સ્યાદવાદરીતિએ ઉપન્યાસ કરવા રૂપ વાદ એ તાપપરીક્ષા છે. જેમ કષ અને છેદપરીક્ષાથી શુદ્ધ એવું પણ સોનું તાપને સહન ન કરી શકવાથી શ્યામપડી જવાને દોષ પામે તે સાચું સુવર્ણ નથી કહેવાતું એમ ધર્મ પણ કષ અને છેદની શુદ્ધિ હોવા છતાં તાપ પરીક્ષામાં ઊભો રહી ન શકે તે “ધર્મરૂપ રહેતો નથી. તેથી જીવાદિ તત્તની સ્યાદવાદપ્રરૂપણાથી તાપ શુદ્ધિ વિચારવી. જે શાસ્ત્રમાં જીવાદિને દ્રવ્યરૂપે અપ્રચુત-અનુત્પન્ન (નિત્ય) કહ્યા હોય અને પર્યાયરૂપે વ્યક્તિ વ્યક્તિ ક્ષણે ક્ષણે જુદા જુદા રૂપ પામવા દ્વારા અનિત્ય સ્વભાવવાળા હવા કહ્યા હોય તેમાં તાપશુદ્ધિ જાણવી, કેમકે પરિણામી એવા જ આત્મામાં તે વિશેષ પ્રકારનો અશુદ્ધપર્યાય પ્રકટ થતું હોય તે જ અને તેને નાશ શક્ય હોય તે જ તેને દૂર કરનાર તરીકે ઉકતસ્વ. રૂપવાળો કષ અને બાહ્ય ચેષ્ટાશુદ્ધિરૂપ છેદ સંગત બને છે, અન્યથા નહિ. [અહીં તથા વિશુદ્ધ' ના સ્થાને તથાવિશુદ્ધ' એવો પાઠ યોગ્ય લાગે છે. એવો પાઠ હોય તે આ પ્રમાણે અર્થ જાણવો-કેમકે પરિણામી એવા આત્મામાં જ તે વિશેષ પ્રકારનો શુદ્ધ પર્યાય થતો હોવાથી ઉક્તસ્વરૂપવાળ કષ અને બાહ્યચેષ્ટા શુદ્ધિરૂપ છેદ સંગત બને છે, અન્યથા નહિ.] આ ત્રણેમાં તાપ પરીક્ષા મુખ્ય છે, કેમકે કષ-છેદ હોવા છતાં તાપ ન હોય તે પરીક્ષા સિદ્ધ થતી નથી. તાપ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થતું સુવર્ણ કષ–છેદમાંથી શુદ્ધ રીતે ઉત્તીર્ણ થયું હોય તે પણ પોતાને સુવર્ણ તરીકે ઓળખાવી શકતું નથી, કેમકે એ કૃત્રિમ સુવર્ણ હોય છે. ૫૮૭ના આ પરીક્ષાઓ વડે ધર્મની પરીક્ષા થએ છતે ધર્મવાન ગુરુની પણ પરીક્ષા થઈ જાય છે તેવા અભિપ્રાયથી પ્રકાર કહે છે – ગાથાર્થ – આ કષાદિપરીક્ષાએથી શુદ્ધ એવા ધર્મમાં જે પરિણત થએલા છે તે ગુણસમુદ્ર ગુરુઓ પણ સુવર્ણની જેમ વિશુદ્ધ જાણવા.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy