________________
કેવલીમાં દ્રવ્યહિંસા : છદ્મસ્થ-કેવલિલિંગ વિચાર
स च केवली द्विविधो ग्राह्यः-सद्भूतकेवली, अन्तर्मुहूर्तभाविकेवलज्ञानाभिमुखः क्षीणमोहश्च । यथाहि बद्धदेवायुदेवगत्यभिमुखत्वेन देवत्वव्यपदेशविषयः प्रवचने प्रतीतः, तथाऽन्तमुहूर्तनोत्पत्स्यमानकेवलज्ञानः क्षीणमोहोपि केवलिव्यपदेशविषयो भवत्येवेति, तथा ‘भाविनि भूतवदुपचारः' इति न्यायात् प्रत्यासन्नभाविपर्यायस्य भूतवद्भणन युतमेव । यथा गर्भस्थोप्यईन् शक्रेण भावाहत्तया स्तुतः। एवं क्षीणमोहमात्रस्य छद्मस्थवीतरागस्यापि कथञ्चित्केवलित्वव्यपदेशो न दोषावहः । किं च केवलित्वगमकानि सप्तापि लिङ्गानि मोहनीयक्षयसमुत्थान्येव, 'केवलो हि क्षीणचारित्रावरणत्वान्निरतिचारसंयमत्वादप्रतिषेवित्वान्न कदाचिदवि प्राणानामतिपातयिता भवति' इति वचनात् , तेन लिङ्गापेक्षया द्वयोरपि साम्यमेव । एवं च सति यदि क्षीणमोहस्य छद्मस्थवीतरागस्य कथंचित्केवलित्वं नाभ्युपगम्यते, तर्हि क्षीणमोहे छद्मस्थवीतरागे सप्तापि लिङ्गानि व्यभिचरन्ति, तत्र हेतुषु विद्यमानेषु साध्यस्य केवलित्वस्याऽसत्त्वात् । नन्वास्तामन्यत् , पर કોઈ એક તે હંમેશા હોય જ છે. અને તેમાં કીડી વગેરે જીવડાંઓને ભય–ત્રાસ પહોંચે છે. તેથી, “જીવડાંઓને ભયત્રાસ પમાડવા એ સાવદ્ય છે એવું પોતે જ પ્રરૂપણ કરીને, જીવઘાત વર્જનાભિપ્રાયવાળા તેનાથી અશકય પરિહારરૂપે તે ભયત્રાસ પહોંચાડવા રૂપ પ્રતિસેવન તે પ્રમાજનાદિમાં થઈ જ જાય છે. તેથી છવસ્થતાને જણાવનાર આ છઠું લિંગ સામાન્યતઃ સર્વકાલીન ન હોવું સુલભ છે. વળી સાવદ્ય તરીકે જણાવીને તેનું જ પ્રતિસેવન કરવામાં “સાધુ યથાવાદી તથા કર્તા નથી” એવું સાતમું લિંગ પણ તેનામાં હંમેશા રહેલું હોય છે એ પણ જાણવું. કારણ કે જેનું પોતે પચ્ચખાણ કર્યું છે તે સાવનું અશક્ય પરિહાર રૂપે તો પ્રતિસેવન કરે જ છે. છદ્મસ્થની જેમ કેવલીની પરીક્ષા માટે પણ છદ્મસ્થના લિંગ કરતાં જે વિપરીત લિંગે કહ્યા છે તે પણ દ્રવ્યરૂપ જ લેવા, કેમ કે તેઓ જ છદ્મસ્થજ્ઞાનના વિષય બનતા હોઈ અનુમિતિજનક બને છે. અનાગ સહકૃત મોહનીય કર્મ વશાત્ છદ્મસ્થસંયત જેમ પ્રાણોનો અતિપાતયિતા ક્યારેક બને છે, કેમ કે જેનાથી છસ્થતાની પરીક્ષા થઈ શકે તેવા ઘાતથી ઘાત્યજીને સંપર્ક અને તેઓનો અનાગ કદાચિક હોય છે. તેમ કેવલી પ્રાણના અતિપાતયિતા કયારે ય પણ બનતા નથી આમ પ્રાણાતિપાતાદિથી વિપરીત અને દ્રવ્યરૂપ એવા લિંગથી કેવલી પણાને નિશ્ચય કરો.
[ક્ષીણમેહને પણ કેવલી ગણવાના છે-પૂર્વપક્ષ] તે કેવલી બે પ્રકારના લેવા. વાસ્તવિક કેવલી જીવો અને અંતમુહૂર્તમાં જેઓ કેવલજ્ઞાન પામવાના છે તેવા કેવલજ્ઞાનાભિમુખ ક્ષીણમેહ છો. દેવાયુ બાંધેલ જીવ દેવગતિને અભિમુખ હોવાથી જેમ “દેવ' તરીકેના ઉલ્લેખનો વિષય બને છે એ વાત પ્રવચનમાં પ્રતીત છે તેમ અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન પામનાર ક્ષીણમોહ જીવ પણ કેવલી” તરીકેના ઉલ્લેખને વિષય બને જ છે. એમ, ભવિષ્યકાલીન વસ્તુમાં તે ભૂતકાલીન હોય તે ઉપચાર કરવાનું જણાવનાર “મવિનિ મૂવદુપરા એ ન્યાયથી નજીકમાં થનાર કેવલીપણું વગેરે રૂ૫ ભાવી પર્યાય ભૂતકાલીન (થઈ ગયો) હવા રૂપે કહેવો એ પણ યોગ્ય છે જ. જેમકે ગર્ભમાં રહેલા શ્રીઅરિહંત પરમાત્માને પણ શક્રેન્ડે, તેમના નજીકમાં પ્રકટ થનાર ભાવઅરિહંતપણાને ઉપચાર કરીને ભાવઅરિહંત તરીકે સ્તવ્યા. આ રીતે દરેક