________________
ધર્મપરાશા ગ્લૅ. ૮૩ विशेषणे यत् टीकाकारेण दत्तं तदनुपपन्नं स्यात् , अप्रमत्तसंयतपक्षे द्रव्यप्राणातिपातादीनां लिङ्गत्वे हि तेषां सार्वदिकत्वाभावेन स्वरूपासिद्धिवारणार्थं तदुपपन्नं स्यात् , प्रमत्तसंयतपक्षे भावप्राणातिपातस्य सार्वदिकत्वेन तद्विशेषणस्यानुपपत्तिरेवेति । मैव', अविशेषेणोक्तस्य प्राणातिपातकत्वादेः स्वरूपाऽसिद्धत्वाभावेन 'कदाचिद्' इत्यस्योभयमतेऽपि स्वरूपविशेषणत्वात् , कालिकसंबधेन व्याप्तेरभिप्रेतत्वेऽपि 'कदाचित्' इत्यस्य कालान्तरोपसङ्ग्रहेऽनुपयोगाद्, 'यदा प्राणातिपातकत्वादिकं तदा छद्मस्थत्वं' इति नियमसिद्धौ ‘कदाचिद्' इत्यनेन किमुपकर्तव्यमेतादृशनियमस्फोरणं विनेति ।
શકે - જે આ રીતે પ્રમત્ત જ પક્ષ હોય અને ભાવપ્રાણાતિપાતકવાદિ જ લિંગ હોય તે છવસ્થતાને જણાવનાર લિંગમાં “#તિ એવું ટીકાકારે જે વિશેબેણ ડયું છે તે અસંગત બની જશે, કેમ કે અપ્રમત્તસંવતરૂપ પક્ષમાં દ્રવ્યથી પ્રાણતિપાતકવાદિને લિંગ બનાવવાથી જ, તેઓથી દ્રવ્યહિંસાદિ જ્યારે ન થતા હોય ત્યારે તેમાં હેતુ સ્વરૂપ અસિદ્ધ થવાને જે દેષ ઊભો થાય છે તેનું વારણ કરવા એ પદ લગાડવું સંગત બને છે. પણ પ્રમત્તને પક્ષ તરીકે લઈને ભાવપ્રાણાતિપાત કરવા વગેરેને લિંગ બનાવવામાં તે એ અસંગત જ રહે છે, કેમ કે એ લિંગ પ્રમત્તમાં હંમેશાં રહેનારું હોવાથી એ વિશેષણ વિના પણ સ્વરૂપ અસિદ્ધિ દોષ આવવાને પ્રશ્ન જ હેતે નથી.
[ ‘ક્રાઈવ” વગેરે સ્વરૂપવિશેષણ દેશવારક નહિ]. સમાધાન -તમારી શંકા બરાબર નથી, કેમકે “સાર્વદિક ત્વ” કે “કાદાચિકત્વ રૂપ વિશેષ (ભેદ) વિના સામાન્યથી જ પ્રસ્તુતમાં લિંગ તરીકે કહેવાયેલા હિંસકત્વાદિ સ્વરૂપ અસિદ્ધ નથી. તમારા મત મુજબના અપ્રમત્તસંયતરૂપ પક્ષમાં દ્રવ્યહિંસકવરૂપ લિંગ સાવ અસિદ્ધ છે એવું નથી (પછી ભલેને સાર્વદિક દ્રવ્યહિંસકત્વ તેમાં અસિદ્ધ હોય) કે અમારા મત મુજબના પ્રમત્તસંયતરૂપ પક્ષમાં ભાવહિંસકવરૂ૫ લિંગ અસિદ્ધ નથી. ધુમાડે પર્વતમાં હમેશા ન રહે તે હેવા માત્રથી કાંઈ સ્વરૂપ અસિદ્ધ બની જાતે નથી કે જેથી એને “કદાચિધૂમવસ્વાત્ ' ઇત્યાદિરૂપે “કદાચિત ' વિશેષણની સ્વરૂપ અસિ. દ્ધિના વારક તરીકે અપેક્ષા રાખવી પડે. (એ તે જ્યારે રહ્યો હોય ત્યારે વહ્નિ હોવાનું અનુમાન કરાવી આપે.) તેથી “જિ” એવું વિશેષણ તમારા કે અમારા બંનેના મતે સ્વરૂપઅસિદ્ધિદષવારક નથી, કિન્તુ માત્ર સ્વરૂપવિશેષણ જ છે. (અર્થાત્ ઉક્ત દોષના વારણ માટે એ નથી વપરાયું, પણ હેતુનું સ્વરૂપ માત્ર દેખાડવા વપરાયું છે.)
શંકા -ઉક્ત સૂત્રમાં, જેમાં વ્યહિંસકત્વ હોય તેમાં છઘસ્થતા હોય એવી દેશિક વ્યાપ્તિ અભિપ્રેત નથી, જિતુ “જ્યારે દ્રવ્યહિંસકત્વ હોય ત્યારે છઘસ્થતા હોય એવી કાલિક સંબંધથી વ્યાપ્તિ અભિપ્રેત છે. એટલે “વિ” એવું વિશેષણ ન લગાડયું હોય તે સ્વરૂપઅસિદ્ધિ દોષ ઊભો જ રહે છે. માટે એ વિશેષણ તે દેષના વારક તરીકે જ વપરાયું છે.
સમાધાન :- આવી શંકા પણ ગ્ય નથી, કેમકે કાલિકસંબંધથી વ્યાપ્તિ