________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલ-છદ્મસ્થલિંગ વિચાર तस्य प्राणातिपातकत्वाद्यभावात् । यथाहि कर्मग्रन्थाद्यभिप्रायेण निद्रोदयस्याप्रमत्तादिगुणस्थानेषु सत्वेऽपि न तेन प्रमत्तत्व, द्रव्यतो निद्राविषयादिवत्त्वस्य प्रमत्तत्वाऽप्रयोजकत्वात् , तथा द्रव्यतो जीवविराधनायामप्यप्रमत्ताः प्राणातिपातका न प्रोच्यन्त इति । न चौपचारिकरपारमार्थिकद्रव्यतः प्राणातिपातकत्वादिभिस्त्वत्कल्पितैरपि पारमार्थिक छद्मस्थत्वं साधयितुं शक्यते, द्रव्यतो विरतिमहाव्रतवत्त्वादिभिः परिव्राजकेष्वभव्यनिवादिषु च पारमार्थिकविरतत्वचारित्रि. त्वादिसाधनप्रसक्तेः । किञ्च-औपचारिक प्राणातिपातकत्वं 'यावज्जीवः सयोगस्तावदारभते' इत्याद्यागमवचनादेव प्रसिद्धव्यभिचारम् । इति सद्भूतप्राणातिपातकत्वादिभिश्छद्मस्थत्वस्य साधनात् प्रमत्त एवात्र पक्षीकार्यः, तेन न स्वरूपासिद्धिः, तत्र पारमार्थिकानां हेतूनां सत्त्वादिति । किञ्च 'व्यापादनशीलो भवति' इत्यत्र 'फलनिरपेक्षा वृत्तिः शीलम्' इति शीलार्थ
અપ્રમત્તને પક્ષ તરીકે લેવામાં દો-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ:- “હું ટાળેëિ છ૩મ કાળજ્ઞા’ ઈત્યાદિમાં પક્ષ તરીકે અપ્રમત્ત સંયતને લેવામાં બધા હેતુએ સ્વરૂપ અસિદ્ધ બની જવાની આપત્તિ આવશે. કેમકે અપ્રમત્તમાં પ્રાણાતિપાતાદિના નિમિત્તકારણભૂત ક્રિયાઓ ન હોવાથી પ્રાણાતિપાતકવ વગેરે રૂપ હેતુ હોતા નથી. જેમ કર્મગ્રન્થ વગેરેના અભિપ્રાય મુજબ અપ્રમત્ત વગેરે ગુણઠાણાઓમાં નિદ્રાનો ઉદય હોવા છતાં તે નિદ્રોદયના કારણે તેમાં પ્રમત્તતા આવતી નથી કે કહેવાતી નથી, કેમકે દ્રવ્યથી નિદ્રાવિષયાદિની હાજરી એ પ્રમત્તતાની પ્રયોજક નથી તેમ દ્રવ્યથી જીવવિરાધના થવા છતાં તે વિરાધના પ્રમત્તતાની અપ્રાજક હેઈ અપ્રમત્તસંતો પ્રાણાતિપાતક (હિંસક) કહેવાતા નથી. (પ્રમત્તનો જ હિંસક તરીકે ઉલ્લેખ થાય છે એ આગળ બતાવી ગયા છીએ) [આ આપત્તિનું વારણ કરવા જો તમે એમ કહે કે પારમાર્થિક પ્રાણાતિપાતકાદિ અપ્રમત્તમાં ન હોવા છતાં, તેઓની પ્રવૃત્તિનિમિત્તે જે દ્રવ્યહિંસાદિ થાય છે તેના હિંસકવન તેઓમાં ઉપચાર તો કરી શકાય છે. અને તેથી તેવા અપારમાર્થિક ઔપચારિક દ્રવ્યતઃ હિસકત્વાદિને લિંગ તરીકે લઈને અવસ્થાની સિદ્ધિ અમે કરીએ છીએ–તે અમારો જવાબ એ છે કે તમે કપેલા] આવા અપારમાર્થિક લિંગથી પણ પારમાર્થિક છદ્મસ્થતા સિદ્ધ કરી શકાતી નથી. કાળાશના કારણે ધૂમાડા તરીકે ઉપચરિત થયેલ વાદળું કંઈ પારમાર્થિક અગ્નિની સિદ્ધિ કરી શકતું નથી. વળી એ રીતે તે દ્રવ્યવિરતિમાં ભાવવિરતિને અને દ્રવ્યથી મહાવ્રતયુક્તત્વમાં ભાવગ્રારિત્રને અનુક્રમે ઉપચાર કરી તે બે ઔપચારિક લિંગાથી પરિવ્રાજકોમાં અને અભવ્ય-નિવાદિમાં અનુક્રમે પારમાર્થિક વિરતત્વની અને પારમાર્થિક ચારિત્રની સિદ્ધિ કરવાની આપત્તિ આવે.
(પારમાર્થિક હિંસાદિને સ્વભાવ છદ્મસ્થલિંગ તરીકે વિવક્ષિત-ઉ.)
વળી જે ઉક્તસૂત્રમાં આવા ઔપચારિક પ્રાણાતિપાતકવાદિને જ લિંગ તરીકે ઉલ્લેખ હોય તે તે “જ્યાં સુધી જીવ સાગી હોય છે ત્યાં સુધી આરંભ હોય છે? ઈત્યાદિ આગમવચન અનુસારે તેમાં વ્યભિચાર દોષ હોવ પણ પ્રસિદ્ધ થઈ જાય, કેમકે એ આરંભના કારણે સગી કેવલીમાં પણ ઔપચારિક પ્રાણાતિપાતકત્વ રૂપ લિંગ
૫૫