________________
કેવલીમાં દ્રવ્યહિંસા : છદ્મસ્થ-કેવલિલિંગ વિચાર निरतिशयच्छद्मस्थज्ञानाऽगोचरत्वेन तथाभूतच्छद्मस्थमात्रानुमितिजनकलिङ्गानां विशेषणत्वासंभवात् , संभवे च ' यो रागद्वेषवान् स छद्मस्थः, यस्तु रागद्वेषरहितः स केवली' इति विशेषगज्ञानमात्रेण छद्मस्थकेवलिनोविवेकेन सम्यग् निर्णये जाते प्राणातिपातादीनां तन्निषेध. रूपाणां च विशेष्यपदानां भणनमुन्मत्तालापकल्प संपद्येत. प्रयोजनाभावात् , धर्मोपदेशादिक्रियामात्रस्यापि तथात्वेन सप्तसङ्ख्याभणनस्यायुक्तत्वाच्च । किंचाप्रसिद्धविशेषणदानेन हेतूनां सन्दिग्धस्वरूपासिद्धतापि, तथा राग षवत्त्वछद्मस्थत्वयोस्तद्राहित्यकेवलित्वयाश्चैक्यमेवेति हेतोः લિંગોની જરૂર પડે છે અને તેથી તેઓની જ લિંગ તરીકે પ્રરૂપણ છે. આમ સર્વ કેવલીઓમાં રહેલ અને કેવલીથી ભિન્ન કઈ જીવમાં ન રહેલ એવા પણ અનુત્તરજ્ઞાનાદિ ને તે ઇવસ્થજ્ઞાનના વિષય બનતા ન હોવાથી જે લિંગ તરીકે નથી કહ્યા તેના પરથી પણ જણાય છે કે જે પ્રાણાતિપાતનો અભાવ વગેરેને લિગો તરીકે કહ્યા છે તે છદ્મસ્થજ્ઞાનના વિષયભૂત પ્રાણાતિપાતાભાવ વગેરે લેવા. અને તે તે દ્રવ્યપ્રાણાતિપાતાભાવ વગેરે રૂપ જ છે, કેમ કે ભાવપ્રાણાતિપાત કે તેને અભાવ વગેરે છવાસ્થના જ્ઞાનના વિષય બનતા નથી. તેથી જ નીચેની શંકા દૂર થઈ જાય છે.
[રાગદ્વેષજનિતવાદિ તેનું વિશેષ નથી પૂર્વપક્ષ]. –પ્રાણાતિપાતાદિ સાતેય બાબત છગ્રસ્થાને રાગદ્વેષ જનિત હોય છે, કેમ કે તેમાં તે બંનેની હાજરી હોય છે. કેવલીમાં લિંગ તરીકે પ્રાણાતિપાતાદિનો જે અભાવ (નિષેધ) કહ્યો છે તે સર્વથા અભાવરૂપ નથી, કિન્તુ રાગદ્વેષજનિત પ્રાણાતિપાત વગેરેના અભાવ રૂપ જ છે. કેમ કે આંખની પાંપણ હલાવવા માત્રમાં થતી અસંખ્યવાયુકાય જીવોની વિરાધનાથી કેવલીઓ પણ છૂટી શકતા નથી. સારાંશ, પ્રસ્તુત સૂત્રમાં રાગદ્વેષજનિત પ્રાણાતિપાતાદિના અભાવ વગેરેને કેવલી પણાના લિંગ તરીકે કહ્યા છે– આવી શંકા પણ દૂર થઈ ગયેલી જાણવી, કેમકે કેવલીઓને અશક્ય પરિહાર જ હોતો નથી કે જેથી એ રીતે પણ જીવવિરાધના સંભવે વળી પરકીય રાગદ્વેષ કે તેનો અભાવ અતિશય શૂન્ય છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતા ન હોઈ તેવા છવસ્થમાત્રની અનુમિતિ માટેના લિંગના વિશેષણ બની શકતા નથી. બાકી જે તેઓ એ રીતે વિશેષણ બની શકતા હોય તે અને તેથી અનુમિતિ પૂર્વે તેનું જ્ઞાન થઈ ગયું હોય છે એવું માની લેવાતું હોય (કેમકે તે જ પછી અનુમિતિ થઈ શકે તે તે “જે રાગદ્વેષવાનું હોય તે છદ્મસ્થ” અને “જે રાગદ્વેષ રહિત હોય તે કેવલી' એ રીતે રાગણાત્મક કે તેના અભાવાત્મક વિશેષણના જ્ઞાનમાત્રથી છવસ્થ અને કેવલીને પૃથગ પૃથગ રીતે સમ્યગુનિર્ણય થઈ જતું હોવાથી પછી પ્રાણાતિપાતાદિ કે તેના નિષેધરૂપ વિશેષ્યને જણાવનાર પદે બેલવા (અને એ રીતે સાત લિંગો કહેવા).
એ તે ઉન્મત્ત કરેલા બબડાટ રૂપ જ બની જાય, કેમકે (૧) એ બોલવાનું કઈ પ્રજન રહેતું નથી તેમજ (૨) ધર્મોપદેશ વગેરે રૂપ કેઈપણ કિયા તેવા વિશેષણયુક્ત તે છદ્મસ્થનો કે કેવલીનો પૃથક્ નિશ્ચય કરાવી શકતી હોવાથી એ બધી પણ લિંગ બની શકતી હોવાના કારણે માત્ર સાતલિંગ કહેવા એ અયોગ્ય બની જાય છે. વળી પ્રાણા