________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધના વિચાર
૩૦૩ इदमुक्त भवति-कृतयोगिनो गीतार्थस्य कारणवशेन यतनयाऽपवादपदमासेवमानस्य या विराधना सा सिद्धिफला भवति' इति पिण्डनियुक्तिवृत्तौ। न चेयमनाभोगजन्या वर्जनाभिप्रायवती वा, किन्तु ज्ञानपूर्वकत्वेनजुसूत्रनयमतेन विलक्षणैव सती व्यवहारनयमतेन च विलक्षणकारणसहकृता सती बन्धहेतुरपि निर्जराहेतुः, घटकारणमिव दण्डो घटभङ्गाभिप्रायेण गृहीतो घटभङ्गे । अत एवेयमनुबन्धातोऽहिंसारूपा सत्यैदम्पर्यार्थापेक्षया 'न हिंस्यात् सर्वाणि भूतानि' इति निषेधार्थलेशमपि न स्पृशति, अविधिहिंसाया एवात्र निषेधाद्, विधिपूर्वकस्वरूपहिंसायास्तु सदनुष्ठानान्तर्भूतत्वेन परमार्थतो
[ આપવાદિક વિરાધનામાં અનાગ કે વર્જનાભિપ્રાય હેતે નથી ઉo ]
અપવાદપદે થતી આ હિંસા અનાગજન્ય કે વર્જનાભિપ્રાયવાળી હોતી નથી. કારણ કે અપવાદપદને અર્થ જ એ કે “એમાં હિંસા વગેરે થવાના છે એ ખબર હોવા છતાં પુષ્ટ આલંબનને લઈને તેવી પ્રવૃત્તિ કરવાની હોય. માટે ત્યાં અનાભોગ કહેવાય નહિ. વળી “આટલો અપવાદ સેવી લઉં તે જ્ઞાનાદિની સારી વૃદ્ધિ થશે ઈત્યાદિ અભિપ્રાય હોવાથી તે આપવાદિક હિંસાને વર્જવાને નહિ પણ સેવવાને જ અભિપ્રાય હોય છે. માટે તે જંગલદિના વિહાર વખતે, શૈક્ષ (નૂતન દીક્ષિત) વગેરે અગીતાર્થો અપવાદસેવનનો નિષેધ કરતા હોય તે પણ ગીતાર્થો તેમને તે વખતે અપવાદ સેવી લેવાની સલાહ આપે છે. માટે નક્કી થાય છે કે એ વિરાધના અનાગજન્ય કે વર્જનાભિપ્રાયવાળી હેતી નથી. અને તેથી તમારી પ્રક્રિયા જ જે સાચી હોય તે તે એ નિર્જરાનું કારણ ન બનતાં પ્રતિબંધક જ બની જાય.
- અ આશય એ છે કે, નદી ઉતરીને અન્ય દેશ વગેરેમાં વિહાર કરવાનું હોય છે ત્યારે એ નદી ઉતરતી વખતે જે જીવની જે વિરાધના થવાની હોય છે તે વિરાધનાને વજવાને સીધે અભિપ્રાય તો હોતો નથી, નહિતર તે નદી ઉતરવાનું જ માંડી વાળે. “મારા જ્ઞાન-સંયમ વગેરેની વૃદ્ધિ-રક્ષણ થશે? એ અભિપ્રાય હોવાથી સાધુને નદી ઉતરવાની, આધાકમસેવનની વગેરે વિરાધના કરવાને પણ અભિપ્રાય થઈ જ જાય છે. (અગીતાર્યાદિને ન થાય તે તેવા દેશકાળાદિમાં ગીતાર્થે તે અભિપ્રાય ઊભો કરાવે છે.)
નદી ઉતરવાની ક્રિયામાં “g gયે ન વિ. ઈત્યાદિ વિધિનું પરિપૂર્ણ પાલન વગેરે કરીને જયણા વગેરેને સાધુ જે જાળવે છે તેનાથી ઘણા જીવોની રક્ષા થાય છે, એટલે તેઓની વિરાધનાને વવાનો અભિપ્રાય તે સ્પષ્ટ છે જ. પણ સંપૂર્ણ વિધિપાલન વગેરે હોવા છતાં જે જીવોની વિરાધના અટકી શકતી નથી, તેઓની વિરાધનાને વર્જવાને અભિપ્રાય હેતું નથી. કેમ કે એ હે તો નદી ઉતરવાનું જ માંડી વાળવું પડે.)
પ્રશ્ન : સાધુ નદી ઉતરવાની પણ આ જે ક્રિયા કરે છે તે સંયમાદિના પાલન-વૃદ્ધિ વગેરે માટે જ, આ સંયમાદિથી તો આખરે એ વિરાધાતા જીવોની વિરાધના અટકવાને પણ એને અભિપ્રાય હોય જ છે. તો તમે કેમ એમ કહે છે કે તેઓની વિરાધનાને વજનાભિપ્રાય હોતો નથી.
ઉત્તર : તમારી વાત સાચી છે. પરિણામતઃ (પરંપરાએ-તાવિક દષ્ટિએ નિશ્ચયથી) તો તેઓની વિરાધનાનો પણ વજનાભિપ્રાય હાય જ છે, કારણ કે સર્વવિરતિપરિણામ હોય છે. પણ અહીં પ્રથકારે વજનાભિપ્રાયનો જે નિષેધ કર્યો છે તે ઉપરોક્ત પૂલ-વ્યાવહારિક વજ*નાભિપ્રાય છે. આને સમજવા પ્રસ્તુત અધિકારને વિચારીએ–
પ્રસ્તુત માં ના જામળ૪” ઈત્યાદિ શાસ્ત્રવચનને અધિકાર ચાલી રહ્યો છે. એમાં વિરાધનાને