Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 458
________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલક્રિયાપ્રેરિતક્રિયા વિચાર चमपि न कुर्वन्तीत्यर्थः । केवलिनो हि गमनागमनादिपरिणतौ पिपीलिकादयः क्षुद्रजन्तवः स्वत एवेतस्ततोऽपसरन्ति, अपमृता वा भवन्ति । यदि च कदाचिदसातवेदनीयकमहेंदयेन देशमशकादयो नापसरन्ति, तदा केवली तत्कर्मक्षयनिमित्त तत्कृतवेदनां सम्यगधिसहते, केवलज्ञानोत्पत्ति. समय एव तेनैव प्रकारेणात्मीयासातवेदनीयकर्मक्षयस्य दृष्टत्वात् । न तु केवलियोगमनिता कामपि क्रियां कुर्वन्ति । तदिदमाह [ सर्व० श० ५०]'तेग मच्छि भामुहा, सहाव करियापरायणा हुति । ण य जिगकिरियापेरिअकिरियालेपि कुव्वंति ॥ ___ इत्येतत् प्रतिषिद्ध, स्वत एव जीवानामपसरणस्वभावत्वे केवलिनः उल्लङ्घनादिव्यापारवैफल्यापत्तनलेपत्वाद् । यच्च केवलियोगव्यापारमपेक्ष्य जीवानां स्वतोऽपसरणावभावत्व कल्पन तदपां दहनान्तिके दाहजननस्वभावकल्पनसदृशमेव । તમે જે વિકલ્પ કર્યા તેમાં “નથી કરતા એ બીજો વિકલ્પ તો અમે પણ માનતા જ નથી. વળી કરે છે. એ પ્રથમ વિકલ્પ માનવામાં તેઓ ભલેશ પણ પામતા નથી એવા અમારા અભ્યાગમની હાનિ થશે એવું તમે જે કહ્યું તે પણ યોગ્ય નથી, કેમકે કેવલી જ્યારે ગમનાગમનાદિ પરિણતિવાળા બને ત્યારે કીડી વગેરે ક્ષુદ્ર જતુઓ પિતાની મેળેજ (કેવલીના યોગથી પ્રેરાઈને નહિ) આઘાપાછા થઈ જાય છે, અથવા તે એ વખતે પહેલેથી જ આઘા પાછા થઈ ગયેલા હોય છે. તેથી તેઓની આ ક્રિયાને કેવલી પ્રયુક્ત ભયપૂર્વકની કહી શકાતી નથી કે જેથી અમારી માન્યતાની હાનિ થાય. વળી જે કયારેક કેવલીના અશાતા વેદનીય કર્મના ઉદયના કારણે દંશ-મકાદિ ફર ન જાય તે તે કર્મનો ક્ષય માટે કેવલી તેઓએ કરેલી વેદનાને સમ્યક્ રીતે સહે છે, કેમકે કેવલજ્ઞાનપત્તિ સમયે જ તેઓએ પોતાના અશાતા વેદનીય કર્મને એ રીતે જ ક્ષય થવાને જોયો હોય છે. પણ તે દંશ-મકાદિ કેવલીયોગ પ્રેરિત તે કઈ ક્રિયા કરતા નથી. કહ્યું છે કે (સર્વજ્ઞ શ. ૫૦) "(શ્રીતીર્થંકર-ચક્રવતી વગેરે નિયત સંખ્યામાં જ થાય એવી જેમ જગસ્થિતિ છે તેમ જયાં કેવલી વિયરે ત્યાં તેમના સ્પર્શમાં આવતા જળ-વાયુ વગેરે અચિત્ત જ હોય ઈત્યાદિ પણ એક જગસ્થિતિ જ છે એવું જે કહ્યું) તેનાથી જણાય છે કે “માખી વગેરે જીવો સ્વભાવક્રિયાપરાયણ હેાય છે, પણ કેવલીની ક્રિયાથી પ્રેરાઈને તે લેક્રિયા પણ કરહ્મ નથી.” (જીને સ્વતઃ અપસરણવાળા માનવામાં આપત્તિ ઉ૦) ઉત્તરપક્ષ :- છો જે સ્વતઃ જ અપસરણુસ્વભાવવાળા હોય તે કેવલીના ઉલંઘનાદિવ્યાપાર નિષ્ફળ બનવાની આપત્તિ વાલેપ જેવી બની જતી હોવાથી પૂર્વ પક્ષીને આવો આશય પ્રતિષિદ્ધ જાણ. વળી કેવલીના ચગવ્યાપાર વખતે જીવોના થતા અપસરણને તેઓના સ્વભાવરૂપ માની લેવાની કલ્પના તે અગ્નિના સાંનિધ્યમાં ગરમ થઈને દાહ કરતાં પાણીને દાહજનનસ્વભાવવાળું માનવાની કલપના જેવી જ છે. અર્થાત્ પાણી જે દાહ કરે છે તેમાં અગ્નિ કોઈ ભાગ ભજવતો નથી, પાણી તેવા-સ્વસ્વભાવે જ દાહ કરે છે એવો નીકળતે ફલિતાર્થ બાધિત હોઈ તેવી કલપના જેમ અગ્ય છે તેમ તમારી કલ્પના અંગે પણ જાણવું. १. तेन मक्षिकाप्रमुखाः स्वभावक्रियापरायणा भवन्ति । न च जिनक्रियाप्रेरितक्रियालेशमपि कुर्वन्ति ॥

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552