________________
કેવલીમાં દ્રવ્ય હિંસા : જીવરક્ષા અતિશય વિચાર
૧૧ एवं ति। एवं जलादिस्पर्शाभावाभ्युपगमस्य विरोधग्रस्तत्वे, सर्वजीवानां केवलिनो. योगा. देवाघातपरिणामे स्वीक्रियमाणे, उल्लंघनप्रलङ्घनादीनां व्यापाराणां वैफल्यं प्रसज्यते । स्वावच्छिन्नप्रदेशवर्तिजीवेषु केवलियोगक्रियाजनितात् केवलियोगजन्यजीवघातप्रतिबन्धकपरिणामादेव जीवघाताभावोपपत्तौ हि जीवाकुलां भूमिं वीक्ष्य केवलिन उल्लङ्घनादिकमकर्तव्यमेव स्यात्., प्रत्युत तेषु स्वयोगव्यपार एव कर्त्तव्यः स्यात् , तस्य जीवरक्षाहेतुत्वादिति महदसमञ्जसमापद्यते । यदि चोल्लङ्घनादिव्यापारः शास्त्रसिद्धः केवलिनोऽप्यभ्युपगन्तव्यस्तदा केवलियोगानां न स्वरूपतो रक्षाहेतुत्वं, किन्तु नियतव्यापारद्वारेति तदविषयावश्यंभाविजीवविराधना दुर्निवारा । यदि च-केवलियोगानां स्वरूपत एव जीवरक्षाहेतुत्वं, उल्लङ्घनादिव्यापारश्च न तस्य जीवरक्षामात्रप्रयोजनः, किन्तु स्वव्यवहारानुपातिश्रुतव्यवहारपरिपालनमात्रप्रयोजनः-इति विभाव्यते, तदा तादृशादपि ततो जीवानामपसरण भवति नवेति वक्तव्यम् ? आये साऽपसरणक्रिया भयपूर्विकेति 'केवलियोगात्पृथिव्यादिजीवा भयलेशमपि न प्राप्नुवन्ति' इति स्वप्रतिज्ञाव्याघातः । अन्त्ये चादृष्टपरिकल्पना, न ह्युल्लंघनादिक्रिययोल्लङ्घयमानादिजीवानामनपसरण क्वापि दृष्टमिति । --
પોતે જે આકાશપ્રદેશોમાં રહ્યા હોય તે આકાશપ્રદેશમાં રહેલા જીવમાં, કેવલીની યોગક્રિયાથી જ, કેવલીન યુગથી જે જીવઘાત થવાનું હોય તેનો પ્રતિબંધ કરી શકે એવો પરિણામ ઊભો થયો હોય છે” એવું જે માનવામાં આવે છે, તે પરિણામના કારણે જ જીવઘાતનો અભાવ સંભવિત બની જતે હોઈ છવાકુલ ભૂમિને જોઈને કેવલી જે ઉલ્લંઘનાદિ કરે છે તે અકર્તવ્ય જ બની જશે, કેમકે એ વગર પણ તેઓને જીવઘાત તે થવાનો હતે જ નહિ. ઉલટું, તેઓને તે એ જીવ પર ચાલવા વગેરે રૂ૫ સ્વયોગવ્યાપાર જ કરવો કર્તવ્ય બની જવાનું મોટું અસમંજસ ઊભું થાય, કેમ કે તેમના યોગો સ્વરૂપે જીવરક્ષાના હેતુભૂત હોવાથી એ રીતે યોગો પ્રવર્તાવવાથી જ જીવરક્ષા થવાની છે. માટે શાસ્ત્રવચનોથી સિદ્ધ થયેલ એવો ઉલંઘનાદિ વ્યાપાર જે કેવલીઓમાં માનવાને હોય તે કેવલીના યોગોને સ્વરૂપે જ જીવરક્ષાના હેતુભૂત માની શકાય નહિ, કિન્તુ ઉલંઘનાદિરૂપ નિયત વ્યાપાર દ્વારા જ તેવા માનવા પડે. અને તે પછી, જે છે તે નિયત વ્યાપારને વિષય ન બની શકે તેઓની અવથંભાવી જીવવિરાધનાનું વારણ દુઃશકય બની જ જાય છે. તે
[ કેવલીના ઉલ્લંઘનાદિવ્યાપાર શ્રત વ્યવહાર પાલન માટે-પૂo]
–કેવલીના યોગે તે સ્વરૂપે જ જીવરક્ષાના હેતુભૂત હોય છે, અને તેમ છતાં કેવલીઓ ઉલ્લંઘનાદિ જે વ્યાપાર કરે છે તે જીવરક્ષા માત્રના પ્રયાજનથી નથી હોતે, કિન્તુ પિતાના વ્યવહારમાં જે કૃતવ્યવહાર સમાવિષ્ટ છે કે “વચમાં કીડી વગેરે જ હેય તો તેઓને ઓળંગીને આગળ જવું પણ તેઓ પરથી ચાલીને ન જવું' ઈત્યાદિ, તેનું પરિપાલન થઈ જાય એટલા જ માત્ર પ્રજનથી હાય છે–એવું જે કહેશે, તે તેવા પ્રયોજનવાળા પણ તે વ્યાપારથી જ આઘા પાછા થાય છે કે નહિ? તે તમારે કહેવું પડશે. જે “થાય છે એમ કહેશો તો તે આઘા પાછા થવારૂપ અપસરણ ક્રિયા ભયપૂવિકા હોવાથી કેવલીના વેગથી પૃથ્વી વગેરે જેવા ભયને અંશ પણ