________________
કેવલીમાં વ્યહિંસા આચાશંગવૃત્તિવચનાધિકાર प्रकृतेऽप्युपशान्तादीनां तुल्यवदेव स्थितिनिमित्तकषायाभावविशिष्टप्रकृतजीवघातनिमित्तकसामयिकबन्धभवनक्रियान्वयेनैव समुच्चयोपपत्ते(त्ति)ः, इति 'नारकतिर्यग्नरामराः...' इति दृष्टान्तेन प्रत्येकपदार्थधर्ममादाय समुच्चयखण्डनमपाण्डित्यविजृम्भितमेव, तस्य केनाप्यनभ्युपगतत्वात् । प्रकृतधर्मविशिष्टक्रियान्वयतुल्यतारूपसमुच्चयखण्डने तु समुच्चयतात्पर्यकवाक्यस्यैवानुपपत्तिः, इति न किञ्चिदेतत् ॥६८।। થાય છે અને કણિક્કા વગેરેમાં સ્નેહ ઘણો હોવાથી લાંબે કાળ ટકી શકે એ ઉત્કૃષ્ટ બંધ થાય છે. અહીં બદરચૂર્ણમાં, સ્નેહવિશેષના અભાવવિશિષ્ટ જે પ્રસ્તુત છૂતાદિ સંસર્ગ, તનિમિત્તક અપકાલીન બંધ થવાની ક્રિયાને જે અન્વય થાય છે તેને સમાન રીતે જ “આદિ' શબ્દથી જેઓને સમુરચય કરવાનું છે તેવા સખ્તચૂર્ણ વગેરેમાં પણ તેવી અપકાલીન બંધ થવાની ક્રિયાને અન્વય થવા દ્વારા જ સમુચ્ચય ભાસે છે. જે સકાચૂર્ણ વગેરેમાં ઘતાદિસંસર્ગનિમિત્તક અ૫કાલીન બંધ થવાની ક્રિયાને તે રીતે અન્યય ન હોય, કિન્તુ તે સંસર્ગ વિના જ થયેલ તેવી ક્રિયાનો અન્વય હોય અથવા બંધાભાવરૂપ કે ઉત્કૃષ્ટબંધરૂપ ક્રિયાને અન્વય હેય તે તો રેતી વગેરેની જેમ એને પણ બદરચૂર્ણાદિ સાથે સમુચ્ચય થઈ શક્તો નથી. આ રીતે પ્રસ્તુતમાં, ઉપશાનમોહ જીવમાં સ્થિતિબંધના નિમિત્તભૂત કષાયના અભાવવિશિષ્ટ જે પ્રસ્તુત છવઘાત તનિમિત્તક સામયિકબંધ થવા રૂપ ક્રિયાને જેવો અવય થાય છે તેને સમાન રીતે જ જે ક્ષીણમેહ અને સગી કેવલીમાં તાદશજીવઘાત નિમિત્તક સામયિકબંધ થવા રૂપ ક્રિયાને અવય થતું હોય તે જ સમુચ્ચય થઈ શકે છે. તેથી સગી કેવલીમાં દ્રવ્યહિંસારૂપ છવઘાત હો પણ તેનાથી જ જણાઈ જાય છે. માટે “નારકતિર્ધનરામરા....” ઈત્યાદિ દષ્ટાન્ત લઈને, સમુચ્ચયના પતિગીભૂત ઉપશાતમેહ વગેરેરૂપ એક પદાર્થના “મોહનીયસત્તા વગેરે રૂપ ધર્મની સગી કેવલી વગેરેમાં આપત્તિ આપીને સમુચ્ચયનું જે ખંડન કર્યું છે તે તે અપાંડિત્યને જ પ્રભાવ છે, કેમકે તેવા દરેક પદાર્થોના દરેક ધર્મને લઈને સમુચ્ચય હોવાનું તે કઈ માનતું જ નથી.
પૂર્વપક્ષ – નારક વગેરેના દષ્ટાન્તથી અમે “પ્રત્યેક ધર્મને આગળ કરીને સમુચય હો સંભવિત નથી” ઈત્યાદિ રૂપે સમુચ્ચયનું ખંડન કરતા નથી કિન્તુ પ્રસ્તુત જીવઘાત નિમિત્તકત્વ વિશિષ્ટ સામયિક કર્મબંધ રૂપ ક્રિયાનો તુલ્ય રીતે અન્વય કરવા રૂપ જે સમુચ્ચય તમે કહી રહ્યા છે તેનું જ “તેમાં સામયિક કર્મબંધરૂપ ક્રિયામાત્રને (પછી ભલે ને તે ક્રિયામાં છવઘાતનિમિત્તકત્વ ન પણ હોય) અન્વય કરવારૂપ સમુચ્ચય ભાસે છે.” એવું કહીને ખંડન કરીએ છીએ.
ઉત્તરપક્ષ --આવું કહેવું યોગ્ય નથી, કેમકે તે પછી ઉપર બદરચૂર્ણાદિના દષ્ટાતમાં કહી ગયા તે મુજબ સમુચ્ચય જણાવવાના તાત્પર્યવાળું વાક્ય જ અસંગત રહે છે. માટે આ રીતે “આચારાંગવૃત્તિ ગ્રન્થ પરથી અમારૂં અનિષ્ટ સિદ્ધ થઈ જવાની આપત્તિ નથી” ઈત્યાદિ પૂર્વપક્ષીની દલીલે વાહિયાત છે. ૬૮