________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજ વિરાધના વિચાર
૪૦૭ ___सर्वमेतदभिनिवेशविजृम्भितं, स्वकर्णाश्रवणमात्रेण केवलिनो नद्युत्तारस्य निषेधुमशक्यत्वाद् । अन्ततोऽनन्तानां जलमध्येऽन्तकृत्केवलिनामपि श्रवणेन सर्वत्र जलाचित्तताकल्पनस्याप्रामाणिकत्वात् । किश्च ‘सर्वत्र स्वोत्तरणादिकाले जलमचित्ततया परिणतं तदाश्रितपनकत्रसादिजीवाश्चापक्रान्ताः' इति किं तव कर्णे केवलिनोक्तम् १ येनेत्थं कल्पयसि । पुष्पचूलादृष्टान्तेन तथा कल्पयामीति चेत् ? तत्किं दृष्टान्तमात्रेण साध्यं साधयन्नपूर्वनैयायिकत्वमात्मनः प्रकटीकर्तुमुद्यतोऽसि । केवलियोगानामघातकत्वाऽन्यथानुपपत्त्यैव तथा कल्पयामीति चेत् ? तर्हि जलाचित्तताकल्पने तव का व्यसनिता ? सचित्तमेव जलं केवलियोगमपेक्ष्याऽघात्यरवभावं त्वया किं न कल्प्यते ? न खलु तव श्रुतपरंपराङ्कुशरहितस्यादृष्टार्थकल्पने बाधकमस्ति । न चेदेवं तदा सचित्तवायुस्पर्शेऽपि तव केवलियोगानामघातकत्वसमर्थनं कथं स्याद् ? इति । अथ वायुरपि सचित्ताचित्ततया प्रवचने द्विप्रकार उक्त इति सचित्तवायुस्पर्शमपि भगवतो नाभ्युपगच्छामः, किन्त्वचित्तवायुस्पर्शमेव, अन्यथा तु भगवत्कायस्पर्शेनापि पृथिव्यादीनां भयोत्पत्तिः स्याद्, न चैवं संभवति । यदस्माकमभ्युपगमः (सर्व० श० ४९)તેમાં “કેવલી યથાવાદી તથા કર્તા હોય ઈત્યાદિરૂપ પિતાનું કેલિસ્વરૂપ હણાઈ જાય. તેથી પુછપચૂલાના વૃષ્ટિગમન દષ્ટાન્તથી જણાય છે કે જેમ એ વૃષ્ટિનું પાણી સ્વકાયશસ્ત્રાદિથી પરિણત થયેલ હતું તેમ નદી વગેરેમાં રહેલ પાણી સહજ રીતે જ જળવાયુ-સૂર્યકિરણ વગેરરૂપ સ્વકાયશસ્ત્ર-પરકાયશસ્ત્ર વગેરેથી તથાવિધ કાલાદિની સામગ્રીના યોગમાં ક્યારેક અચિત્ત તરીકે પણ પરિણમે છે. અને વળી પાછું એ જ ક્યારેક સચિત્ત બનવાના હેતુભૂત કાલાદિ સામગ્રીને યોગ થવાથી સચિત્ત તરીકે પરિણમે છે. જેમકે સંમૂર્ણિમ. મનુષ્યના ઉત્પત્તિસ્થાનો વળી આ સચિત્તતા–અચિત્તતાની પરિણતિ કેવલીગમ્ય કેવલી જાણી શકે એવી) હોય છે. તેથી કેવલી પાણીને તે રીતે અચિત્તતરીકે પરિણત જાણીને જ તે ભાગમાંથી જ નદી ઉતરે છે એવી અમે કલ્પના કરીએ છીએ. [ જળસ્થ અનંતા અંતકૃત કેવલી વખતે સર્વત્ર અચિત્ત જળ અસંભવિત ]
ઉત્તરપક્ષ - સગી કેવલીને દ્રવ્યહિંસા હોય નહિ આવો જે અભિનિવેશ પકડાય છે તેને જ આ બધો ખેલ છે કેમકે “અમુક નામના કેવલી નદી ઉતર્યા” એવું પિતાના કાને સાંભળવા ન મળ્યું હોવા માત્રથી કેવલીના નઘુત્તારને નિષેધ કરી શકાતો નથી. વળી સિદ્ધશિલા પર લવણાદિ સમુદ્રની બરાબર ઉપરના ભાગમાં પણ અનંતા સિદ્ધો રહ્યા છે એ જણાવે છે કે પાણીની વચમાં પણ અનંત અંતકૃત કેવલીઓ થઈ ગયા છે. “અનંતકાળમાં તે તે અનંતા કેવલીઓ સમુદ્રાદિના સર્વત્ર તે તે ભાગોમાં જ્યારે જ્યારે હતા ત્યારે ત્યારે ત્યાં ત્યાંનું પાણી અચિત્ત જ હતું” એવી કલ્પના અપ્રામાણિક છે. વળી જ્યારે પોતે નદી ઉતરી હતી ત્યારે ત્યાંનું પાણી અચિત્ત તરીકે પરિણમ્યું હતું અને તેમાં રહેલ પનક-ત્રસ વગેરે છ અન્યત્ર ચાલ્યા ગયા હતા” એવું શું કેઈ કેવલી આવીને તમારા કાનમાં કહી ગયા છે ? (કારણ કે શાસ્ત્રમાંથી કે ગુરુપર. પરાથી તે એવું કાંઈ જાણવા મળતું નથી, કે જેથી આવી કલ્પના કરો છો? પૂર્વપક્ષઃપુ૫ચૂલાસાવીજીના દષ્ટાતમાં અચિત્ત જળ કહ્યું છે તેના પરથી અમે આવી કલ્પના