________________
૩૦૭ "
કેવલીમાં દ્રવ્યહિંસા : જળવવિરાધના વિચાર शुद्धविशेष्यस्वरूपत्वे, विशेष्याभावप्रयुक्तस्य तस्य शुद्धविशेषणरूपस्यापि संभवाज्जीवघातपरिणामोऽपि देवानांप्रियस्य निर्जराहेतुः प्रसज्येत, इत्यहो ! काचनापूर्वेयं तर्कागमचातुरी । वर्जनाभिप्रायेण जीवघातपरिणामजन्यत्वलक्षणं स्वरूपमेव विराधनायास्त्याज्यतेऽतो नेयमसती प्रतिबन्धिका इति चेत् ? किमेतद्विराधनापदप्रवृत्तिनिमित्तमुत विशेषणं विराधनापदार्थस्य ? आये 'पदप्रवृत्तिनिमित्तं नास्ति, पदार्थश्च प्रतिपाद्यते' इत्ययमुन्मत्तप्रलापः । अन्त्ये च विशिष्टप्रतिबन्धकत्वपर्यवसाने उक्तदोषतादवस्थ्य, इति मुग्धशिष्यप्रतारणमात्रमेतत् । न च 'यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिः' इति नियमाद् 'वर्जनाभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजति' इति भावार्थपर्यालोचनादતેવા વિશેષણવિશિષ્ટ વિરાધના એ પ્રતિબંધક છે. વળી સામાન્યથી કેઈપણ કાર્યપ્રત્યે પ્રતિબંધને અભાવ કારણ હોય છે. તેથી નિર્જ રારૂપ કાર્ય પ્રત્યે પણ તેવી વિશિષ્ટવિરાધનારૂપ પ્રતિબંધકનો અભાવ એ કારણ છે. જ્યાં વર્જનાભિપ્રાયથી છવઘાત પરિણામ દર કરાયો છે ત્યાં હિંસા હોવા છતાં જીવઘાત પરિણામરૂપ વિશેષણ ન હોવાથી વિશેષણ વિશિષ્ટ હિસા રૂપ પ્રતિબંધકને અભાવ હાજર રહે છે અને તેથી નિર્જરારૂપ કાર્ય થાય છે. આમાં તે અભાવ કારણ બને છે પણ તમે તે કારણ તરીકે માત્ર વિશેષરૂપ “હિંસાને જ ઉલ્લેખ કરી દે છે. તેથી ફલિત એ થાય છે કે જીવઘાત પરિણામરૂપ વિશેષણને અભાવ હોવાના કારણે (હિંસારૂપ વિશેષ્યની હાજરીમાં પણ) ઉ થયેલ વિશિષ્ટ હિંસારૂપ પ્રતિબંધક અભાવ (કે જે કારણભૂત છે તે) કેવલહિંસાત્મક શુદ્ધ (માત્ર) વિશેષ્યસ્વરૂપ છે. આમ વિશેષણના અભાવના કારણે ઊભો થયેલો વિશિષ્ટને અભાવ જે શુદ્ધ (વિશેષણ શૂન્ય) વિશેષરૂપ બની જતો હોય તે એ રીતે વિશેષ્યના અભાવના કારણે ઉભે થએલ વિશિષ્ટનો અભાવ શુદ્ધ વિશેષણરવરૂપ બની જ પણ સંભવે છે. વળી વિશિષ્ટનો અભાવ કારણ તે છે જ. તેથી તવરૂપ શુદ્ધ વિશેષણને પણ કારણ માનવું પડશે. અર્થાત શિકારી વગેરે છે જ્યારે હિંસા કરતા ન હોય ત્યારે તેમાં રહેલ કેવલ વિશેષણસ્વરૂપ જીવઘાત પરિણામ કર્મનિર્જરાને હેતુ બની જશે. આમ આવી આપત્તિ આવી પડતી હોવા છતાં તમે શુદ્ધહિંસાને પ્રતિબંધકાભાવ તરીકે જે નિર્જરા હેતુ માને છે એ ખરેખર ! તમારું તર્ક અને આગમ લગાડવાનું કેઈ અપૂર્વ ચાતુર્ય જ છે.
_ [ વિરાધનાનું હિંસા પરિણામજન્ય વનાથી દૂર થાય-પૂ.]
પૂર્વપક્ષ – વિરાધનાનું જીવઘાત પરિણામ એ વિશેષણ છે જે વર્જનાભિપ્રાયથી દૂર કરાય છે ઈત્યાદિ અમે કહેતાં જ નથી. અમે તે એમ કહીએ છીએ કે જીવઘાતપરિણામજન્યત્વ એ વિરાધનાનું સ્વરૂપ છે જે વર્જનાભિપ્રાયથી દૂર કરાય છે. તેથી વર્જનાભિપ્રાયની હાજરીમાં તે સ્વરૂપ ઊભું ન રહેવાથી હિંસા પણ ઊભી રહેતી જ. નથી (કારણ કે સ્વરૂપના અભાવમાં સ્વરૂપવાન નો પણ અભાવ થઈ જ જાય) તેથી અસત્ (અવિદ્યમાન) એવી તે નિર્જરાની પ્રતિબંધક શી રીતે બને ? અર્થાત્ ન જ બને, તેથી અમે તેને પ્રતિબંધકાભાવ તરીકે કારણ કહીએ છીએ.