________________
૩૩ર
ધર્મપરીક્ષા લૈ. ૫૫ कूलकारणान्यपि व्यवहारतः सावद्यानि भवन्ति, तद्विषया जिनानुज्ञा क्रियाकालेऽप्यादेशमुखेन न स्याद्, एवं व्यवहारतो भाषायाः सावद्यत्वप्रसक्तेः, किंत्विष्टफलोपदर्शनेन कल्प्यत्वाभिव्यञ्जितोपदेशमुखेनैवावसातव्या । सा चानुज्ञा निश्चयतो निरवद्यैव, संसारप्रतनुकरणपूर्वकसानुबन्धिपुण्यप्रकृतिबन्धहेतुत्वात् । एतेन-कुसुमादिभिर्जिनेन्द्रपूजामुपदिशता कुसुमादिजीवविराधनाप्युपदिष्टैव, पूजाविनाभावित्वेन ज्ञात्वैव पूजायामुपदिष्टत्वाद्-इति वचनमपास्त, कुसुमादिजीवविराधनायाः पूजायाः कर्तुष्टुश्चाप्रत्यक्षत्वेन पूजाविषयकपरिणामव्यवहाराहेतुत्वेन कल्पितकुसु. मादीनामिव द्रव्यपूजासामग्रथनन्तभूतत्वात् , उपदेशमन्तरेणापि जायमानत्वात् , पूजां कुर्वता त्यक्तुमशक्यत्वाच्च, अन्यथा कुसुमादीनामिव तस्या अपि भूयस्त्वमेव विशिष्टपूजाङ्ग वाच्य स्याद्, न च कुसुमादिभूयस्त्वे तद्भूयस्त्वमावश्यकं, कुसुमादीनां सचित्ताचित्ततया द्वैविध्यव्यव. અને સુધાવેદનીયને ઉપશમાવવા માટે ઉપદેશેલ આહારવિધિમાં ઉદાસીન એવો તિક્તમધુરાદિરસનો આસ્વાદ. (આ ચીજે ઉપદેશને વિષય ન બનવામાં બીજા બે કારણો એ પણ જાણવા કે તે ઉપદેશ વગર જ ઉત્પન્ન થયેલ હોય છે તેમજ ઉપદિષ્ટ ચીજ કરતી વખતે તેને છોડવી અશક્ય હોય છે.) પણ જયાં ચિકીર્ષિતકાર્યના અનુકૂલ કારણે પણ (કે જે ચિકીર્ષિતકાર્યના ઉપદેશનો વિષય બનવા આવશ્યક બની જાય છે તે) વ્યવહારથી સાવા હોય છે ત્યાં તેના વિષયની (તે ચિકીર્ષિતકાર્યની) જિનાનુજ્ઞા ક્રિયાકાલમાં પણ આદેશમુખે “તું આમકર ઈત્યાદિરૂપે હોતી નથી, કેમકે એવી ભાષા વ્યવહારથી સાવદ્ય બની જવાની આપત્તિ એમાં આવે છે. તેથી તેની જિને આપેલ અનુજ્ઞા આદેશમુખે નથી હોતી પણ ઉપદેશમુખે હોય છે જે ઈષ્ટફળ દેખાડવા દ્વારા અભિવ્યક્ત થયેલી હોય છે. વળી એ અનુજ્ઞા સંસારની અ૯પતા કરવા પૂર્વક સાનુબંધપુણ્યપ્રકૃતિબંધના હેતુભૂત હેઈ નિશ્ચયથી તે નિરવા જ હોય છે. આમ અવિનાભાવે થતી અનનુકૂલ કે પ્રતિકૂલ ચીજોનો જિનોપદેશ હોતો નથી એવું જે સિદ્ધ થયું તેનાથી જ આ શંકા પણ દૂર થઈ જાય છે કે–શ્રી જિનેશ્વર પરમાત્માની કુલ વગેરે વડે પૂજા કરવાને ઉપદેશ દેતા ભગવાનથી કુલ વગેરેના જીવોની વિરાધનાને પણ ઉપદેશ અપાઈ જ ગએલા છે, કેમકે “પૂજામાં તે વિરાધના અવશ્ય થવાની જ છે એવું જાણીને જ પૂજાનો ઉપદેશ અપાયો હોય છે – આવી શંકા દર જે થઈ જાય છે તેમાં નીચેના ત્રણ કારણ જાણવા. (૧) પૂજા કરનારને અને જેનારને તે કુલ વગેરેના જીવોની વિરાધના અપ્રત્યક્ષ હાઈ પૂજાવિષયક પરિણુમના વ્યવહારને હેતુ બનતી નથી. તેથી કપિત (સેના ચાંદી વગેરેના કૃત્રિમ) કુલ વગેરેની જેમ દ્રવ્યપૂજાની સામગ્રીમાં તે કંઈ અંતભૂત હોતી નથી, અર્થાત્ જેમ કુલ વગેરેને જોઈને જેનાર વગેરે પણ પરસ્પર વ્યવહાર કરે છે કે “આ પૂજા કરવા જાય છે' ઈત્યાદિ તેથી કુલ વગેરે દ્રવ્યપૂજાની સામગ્રીમાં અંતભૂત છે. પણ એ રીતે પુષ્પજીની વિરાધનાને જોઈને કંઈ તે વ્યવહાર થતું નથી, કારણ કે તે વિરાધના જ છવસ્થાને દેખાતી નથી. માટે તે વિરાધના પૂજાની સામગ્રીમાં અંતભૂત નથી. અર્થાત્ તે વિરાધના પૂજાને અનુકૂલ હોતી નથી. અને તેથી જ પૂજાની સાથે અવિનાભાવે તે થતી હોવા છતાં ઉપદેશનો વિષય બનતી નથી. (૨) એ વિરાધના ઉપદેશ વગર જ