________________
કેવળીમાં દ્રવ્યહિંસા : ક૫ભાષ્યને અધિકાર
हिंसगभावो हुज्जा हिंसण्णि यजोगओत्ति तक्कस्स ।
दाएउं इय भणिशं पसिढिलमूलत्तणं दोसं ॥५९॥ ( हिंसकभावो भवेत् हिंसान्वितयोगत इति तर्कस्य । दर्शयितुमिति भणित प्रशिथिलमूलत्व दोषम् ॥)
हिंसगभावो त्ति । हिंसकभावो भवेद्धिंसान्वितयोगतोऽधिकृतवस्त्रच्छेदनव्यापारवत इति शेषः, इत्येतस्य तर्कस्य प्रशिथिलमूलत्वमापाद्यापादकव्याप्त्यसिद्धिरूपं दोष दर्शयितुमिति भणितं यदुताऽप्रमत्तादीनां सयोगिकेवलिपर्यन्तानां हिंसाव्याप्रियमाणकाययोगे सत्यपि भावत उपयुक्तत्वान्न हिंसकत्वमिति । योगवत्वमात्रं च नापादकमिति तत्रापाद्यव्याप्त्यसिद्धिप्रदर्शनमकिश्चिकरमेवेति भावः ।।५९।। नन्वप्रमत्तादीनामुपयुक्तानां योगवतामप्यहिंसकत्वप्रदर्शनेन हिंसान्वित
( [ હિંસાન્વિતગમાં હિંસકપણાની વ્યાપ્તિ નથી] ક૯૫ભાષ્યના પૂર્વપક્ષીના આ વચને પરથી જણાય છે કે તે વસ્ત્રોદનાદિ વ્યાપાર વાળા જીવમાં હિંસાવિતયોગરૂપ આપાદથી (આપત્તિ લાવી આપનાર બીજથી, હિંસકત્વનું આપાદન (આપત્તિ) કરવા માંગે છે. એટલે કે જેનામાં હિંસાવિતગ હોય તેનામાં હિંસકત્વ હોય એવી વ્યાપ્તિ બાંધીને વસ્ત્ર છેદનાદિવ્યાપારયુક્ત સાધુમાં હિંસકત્વ આવી જવાની આપત્તિ આપવા માંગે છે. હમણાં પૂર્વની ૫૮ મી ગાથાની વૃત્તિમાં હિંસકત્વની ચતુર્ભગી દેખાડનાર ક૫ભાષ્ય ગ્રન્થને જે અધિકાર દેખાડયે તે આ પૂર્વપક્ષના સમાધાનરૂપ છે. એમાં આ સમાધાન આપ્યું છે કે કાયયોગ હિંસામાં વ્યાપૃત હવા છતાં, ભાવથી ઈર્ષા સમિતિમાં ઉપયોગવાળા હોવાથી તે સાધુને ભગવાને અહિંસક કહ્યા છે.” બૃહત્ક૫ભાપના આ પૂર્વપક્ષગ્રન્થ અને સામાધાન ગ્રન્થ પરથી એ વાત સ્પષ્ટ જણાય છે કે તેમાં, “અપ્રમત્તથી માંડીને સગી સુધીના જીવોને હિંસામાં વ્યાપૃત કાગ હોવા છતાં હિંસકત્વ હોતું નથી એવું જે કહ્યું છે તે, “આપાદક હવા છતાં આપા ન હોવાથી તેના મૂળભૂત વ્યાપ્તિ જ અસિદ્ધ છે એવું જણાવીને મૂલશિથિલ હોવા રૂપ દેષ દેખાડવા માટે કહ્યું છે. (અને તેથી પૂર્વપક્ષીએ આપેલી આપત્તિ આવતી નથી.) અર્થાત્ અપ્રમત્ત વગેરેમાં હિંસકની આપત્તિ આપવા પૂર્વ પક્ષીએ જે પ્રયાસ કર્યો છે તેનું એ રીતે નિરાકરણ નથી કર્યું કે “અપ્રમત્ત વગેરેમાં હિંસાન્વિત કાયયોગ રૂપ આપાદક જ હેતે નથી તો હિંસકવરૂપ આપાય શી રીતે હોય –કિન્તુ એ રીતે જ એ નિરાકરણ કર્યું છે કે “હિંસાવિતકાયયોગરૂપ આપાતકમાં હિંસકત્વ રૂપ આપાઘની વ્યાપ્તિ જ નથી, તે હિંસકત્વની આપત્તિ શી રીતે આપી શકાય? આના પરથી એ પણ ફલિત થાય છે કે અપ્રમત્તવગેરેમાં હિંસાવિત કાચયોગરૂપ આપાદક જ હોતું નથી એવું ભાષ્યકારને માન્ય નથી. એટલેકે એ આપાદક તે હોય જ છે. તેથી અપ્રમત્તવગેરેની જેમ કેવલીમાં પણ હિંસાન્વિત યોગ (=વ્યહિંસા) રૂપ આપાદક સંભવવા છતાં હિંસકવને દોષ નથી એવું જણાવતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ – હિંસાવિતયેગથી હિંસકપણું આવી જશે એવો તર્કનું મૂળ પ્રશિથિલ છે એ દોષ દેખાડવા એ પ્રમાણે કહ્યું છે,