________________
ર૮૪
ધર્મ પરીક્ષા શ્લેક-પ૧ ____ अथावश्यंभाविन्यां जीवविराधनायामाभोगवतो भगवतो यद् घातकत्वमापाद्यते तत्किं लोकोत्तरव्यवहाराद्, उत लौकिकव्यवहाराद् उताहो स्वमतिविकल्पितव्यवहाराद् १ नाद्यः, लोकोत्तरघातकत्वव्यवहारे आभोगेन जीवविराधनामात्रस्यातन्त्रत्वाद्, आभोगेनापि जायमनायां तस्यामपवादपदप्रतिषेविणोऽघातकत्वस्य, अनाभोगेनापि जायमानायां तस्यां प्रमादिनो घातकत्वस्य च तद्व्यवहारेणेष्टत्वाद् । नापि द्वितीयः, यतो लोका अपि नाभोगेन जीवघातमात्रादेव घातकत्वं व्यवहरन्ति, कूपनष्टायां गवि तत्कर्तुर्गोवधकर्तृत्वप्रसङ्गाद्, गोराभोगस्यापि तदा स्फुटत्वाद्, आभोगजन्यत्वस्य च हिंसायामसिद्धत्वात् । हिंसायां हि जिघांसा हेतुराभोगस्त्वन्यथासिद्ध इति, एतद्दोषवारणार्थ 'मरणोद्देश्यकमरणानुकूलव्यापारवत्त्वं हिंसा वक्तव्या, तथापि काशीमरणोद्देशपूर्वकानुष्ठाने आत्महिंसात्वापत्तिवारणार्थमदृष्टाद्वारकत्वं विशेषणं देयं, इत्यदृष्टा. द्वारकमरणोद्देश्यकमरणानुकूलव्यापारवत्त्वमेव हि हिंसा न्यायशास्त्रसिद्धेति । तृतीयस्तु पक्षोऽवशिष्यते, स तु स्वमतिविकल्पितत्वादेव स्वशास्त्रप्रतिज्ञाबाधया महादोषावह इत्यभिप्रायेणाह
[અવયંભાવી હિંસાના કારણે કહેવાતું ઘાતક કયા વ્યવહારથી?]
અવશ્યભાવી જીવવિરાધનાના કારણે, આભગયુક્ત ભગવાનને તમે જે “ઘાતક બની જવાની આપત્તિ આપે છે તે શું (૧) લોકોત્તર વ્યવહારથી આપ છો કે (૨) લૌકિકવ્યવહારથી આપે છે કે (૩) સ્વમતિકલ્પિત વ્યવહારથી? (૧) લોકોત્તર વ્યવહારથી આપી શકાતી નથી, કારણ કે આભેગપૂર્વક જે જીવવિરાધના થાય છે માત્ર તે જ ઘાતકીપણાના લકત્તર વ્યવહારમાં નિયામક છે એવું નથી. તે પણ એટલા માટે કે આભેગપૂર્વક પણ જીવહિંસા કરનાર અપવાદ પ્રતિસેવકને લોકોત્તરવ્યવહારમાં અઘાતક કહ્યા છે જ્યારે અનામથી પણ જીવહિંસા કરનાર પ્રમાદને ઘાતક કહ્યા છે. (૨) ઘાતક બની જવાની તે આપત્તિ લૌકિકકવ્યવહારથી પણ આપી શકાતી નથી, કારણ કે લકે પણ આભેગપૂર્વક જીવઘાત થવા માત્રથી તે કરનારને “ઘાતક કહેતા નથી, કેમકે તે તે પછી કોઈ કૂવામાં પડીને ગાય મરી જાય તે કૂ દાવનારને ગોવધનું પાપ લાગી જાય, કારણ કે “આમાં પડીને ગાય મરી શકે છે એવો આભગ તે એ
દાવનારને સ્પષ્ટ રીતે હોય જ છે. વળી હિંસામાં આગજન્ય અસિદ્ધ પણ છે, કારણ કે લૌકિક દર્શને પણ કહે છે કે “હિંસા પ્રત્યે જિઘાંસા (હણવાની ઈચ્છા) એ હેતુ છે, આભેગ અન્યથાસિદ્ધ છે.”
આગને અન્યથાસિદ્ધ માનનાર લૌકિક શાસ્ત્રોએ હિંસાની પહેલા આવી વ્યાખ્યા બાંધી કે “મરણને અનુકૂલ વ્યાપાર (પ્રવૃત્તિ) કરવો એ હિંસા છે.” કૂવો ખોદ્યો તો તેમાં પડીને ગાય મરી. માટે કૂવો ખોદવે એ પણ મરણનુકૂલ પ્રવૃત્તિ તે છે જ, તેથી ફો ખોદનારને ગાયની હિંસા લાગી જવાને દેષ ઉભે જ રહે છે. આ દોષનું વારણ કરવા માટે એવી વ્યાખ્યા કરાય કે મરણના ઉદ્દેશથી મરણનુકૂલ વ્યાપાર કરે એ હિંસા તે પણ કાશીમરણના ઉદ્દેશપૂર્વક થતું અનુષ્ઠાન આત્મહિંસારૂપ બની જવાની આપત્તિ આવે છે. તેથી એનું વારણ કરવા અદષ્ટઅઢારક એવું વિશેષણ લગાડવું પડે