________________
૨૭૩
કેવલીમાં દ્રવ્યહિંસા : યોગ અંગે વિચારણા 'अपवादतोऽप्रतिषिद्धत्वज्ञानात् तदर्शने न छद्मस्थानामतिप्रसङ्गः' इत्युक्तौ च सिद्धाऽनायासे. नैव भगवतोऽपवादप्रवृत्तिः । तस्मादुन्नतनिम्नदृष्टान्तप्रदर्शितपरस्परप्रतियोगिकप्रकर्षापकर्षशालिगुणोपहितक्रियारूपोत्सर्गापवादाभावेऽपि साधुसमानधर्मतावचनाद् भगवति सूत्रोदितक्रियाविशेष रूपयोस्तयोर्यथोचिततया संभवाऽविरुद्ध इति युक्त पश्यामः, तथा च धर्मोपकरणानेषणीयादिविषयप्रवृत्तभंगवतः स्वरूपत आपत्रादिकत्वेन तव मते आभोगेन प्रतिषिद्धविषयप्रवृत्त्युपधानस्य योगाऽशुभतानियामकत्वात् तया भगवद्योगानामशुभत्वापत्तिर्वनलेपायितैव । ____ यदि च-" यत्तु श्रुतव्यवहारशुद्धस्याप्यनेषणीयत्वेनाभिधानं तत् श्रुतव्यवस्थामधिकृत्यैवावसातव्य' यथा 'अयं साधुरुदयनो राजा' इत्यत्र राजत्वमगृहीतश्रामण्यावस्थामपेक्ष्यैवेति स्ववचनाश्रयणाद, भगवत्स्वीकृतानां श्रुतव्यवहारसि( १ शु)द्धानां प्रतिषिद्धत्वाभिमतविषयप्रवृत्तीनां વાનની તેવી પ્રવૃત્તિ જાણવા છતાં છદ્મસ્થ શિષ્યો તે અતિપ્રસંગ કરતા નથી. (એટલે કે છદ્મસ્થ શિષ્યો આવો વિચાર કરે છે કે “એવું પુષ્ટ કારણ ઉપસ્થિત થયું હોય તે રાત્રીવિહારાદિ કરી શકાય, પણ તે સિવાય નહિ.” તેથી તેઓ તેવા કારણ સિવાય આવી પ્રવૃત્તિ કરતા નથી. અને તેના કારણે જે આવી પ્રવૃત્તિ કરે છે તે તે અતિપ્રસંગરૂપ છે જ નહિ. આ કારણે, જાણકારી હોવા છતાં આવા સ્થળે અતિપ્રસંગ થતો નથી.)” આવું જે કહેશો તે તે ભગવાનમાં પણ આપવાદિક પ્રવૃત્તિ હોય છે એ કઈપણ જાતની તકલીફ વગરસિદ્ધ થઈ જશે. તેથી, ઉન્નતનિમ્ન દષ્ટાન્તથી જે ઉત્સર્ગ અપવાદ દેખાડડ્યા છે તેને કેવળીમાં અભાવ હોવા છતાં “સાધુ સમાન ધમ ભગવાનમાં હોય છે એવું જે જણાવ્યું છે તેના પરથી લાગે છે કે સૂત્રમાં કહેલ વિશેષ ક્રિયા રૂપ ઉત્સર્ગ–અપવાદને ભગવાનમાં યથાયોગ્ય રીતે સંભવ હોવો અવિરુદ્ધ છે. માટે ભગવાનની ધર્મોપકરણ–અષણીયપિંડાદિવિષયક પ્રવૃત્તિ સ્વરૂપતઃ આપવાદિક જ હતી. એટલે જ, પ્રતિષિદ્ધવિષયક પ્રવૃત્તિને આભોગયુક્ત વ્યાપાર યોગને અશુભ કરે છે એવા તમારા મત મુજબ તે પ્રવૃત્તિથી ભગવાનના યોગ અશુભ બનવાની આપત્તિ વજલેપ જેવી જોરદાર ઊભી જ રહે છે.
[કેવલીગૃહીત અનેષણીય પૂર્વાવસ્થાની અપેક્ષાએ જ અષણીય-પૂર્વપક્ષ]
પૂર્વપક્ષ - કેવલી જે શ્રત વ્યવહારશુદ્ધ અનેષણયનું પણ ગ્રહણ કરે છે તે વાસ્તવમાં અનેષણય હેતું નથી, પણ એષણય જ હોય છે એવું આગળ કહી ગયા. તેથી તેનું ગ્રહણ કરવાની પ્રવૃત્તિ અપવાદ રૂપે સિદ્ધ થતી નથી.) તેમ છતાં તેને જે અનેષણય તરીકે ઉલેખ થાય છે તે તે શ્રુતની તેવી વ્યવસ્થાના કારણે જ જાણો. તાત્પર્ય, એ ગ્રહણ શ્રુતવ્યવહારશુદ્ધિ કરાવવા દ્વારા અનેષણીય પિંડને પણ એષણાય બનાવે છે. એટલે કે જ્યાં સુધી એ શુદ્ધિ થઈ ન હોય, અશુદ્ધિની અવસ્થા હોય ત્યાં સુધી જ એ અનેષણીય રહે છે. તેથી જેમ સાધુપણું લેવા પૂર્વેની અવસ્થાની અપેક્ષાએ, ૧. જેમ ઉન્નતભૂમિ (ઊંચીભૂમિ) નિનભૂમિ (નીચીભૂમિ)ની અપેક્ષાએ ઉન્નત છે, અને નિગ્નભૂમિ ઉનતભૂમિની અપેક્ષાએ નિમ્ન છે. એટલે કે ઉન્નત-નિગ્ન પરસ્પર સાપેક્ષ છે. એ રીતે પરસ્પર સાપેક્ષ હોય એવા ઉત્સ, અપવાદ તે ઉન્નતિન દષ્ટાનપ્રદશિત ઉત્સગ-અપવાદ કહેવાય છે.
૩૫.